SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ: ધીગ ધણી માથે કિયે રે, ઉચિત કાવ્ય (૧૫) હજુ મને છળી રહ્યા છે, ને હું પરપરિણતિમાં અબૂઝપણે ભળી રહ્યો છું, પણ હવે તમારા જે સાહેબ મને મળ્યું છે, એટલે એ હાર ભવભય પણ ટળ્યો છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ ! તમારૂં તત્ત્વ-રસાયન મેં પીધું છે, ભક્તિથી મેં તમને મહારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે હાર ભવરૂપ ભાવરોગ મટી ગયું છે, એમ મને લાગે છે. હે પ્રભુ! આપનું દર્શન થતાં હારા દુઃખ-દૌર્ભાગ્ય દૂર થયા છે, અને મને સુખસંપત્તિ મળી છે. તમારા જે “ધી ધણી મેં “માથે કર્યો છે, તે પછી મહારે વાળ પણ કેણુ વાંકે કરી શકે એમ છે? “દુખ ! દેહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર પેટ ? વિમલજિન !”—શ્રી આનંદઘનજી “જે અતિ દુસ્તર જલધિ સમે સંસાર જો, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે લે.” “યદ્યપિ હ મેહાદિકે છલિયે, પરપરિણતિ શું ભળિયે રે..પ્રભુત્વ પણ હવે તુજ સમ સાહિબ મળિયે, તિણે ભવભય સવિ ટળિયે રે....પ્રભુ “પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયન પાયે રે..પ્રભુ અંતરજામી ! પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે...પ્રભુત્ર” –શ્રી દેવચંદ્રજી આમ અશુભમાંથી નિવૃત્તિથી અને શુભમાં પ્રવૃત્તિથી આ મુમુક્ષુ પુરુષ નિર્ભયનીડર હોય છે. અને તેને ઉચિત કૃત્યમાં હાનિ હોતી નથી, કરવા ગ્ય એવા ઉચિત ધર્મકર્તવ્યમાં તે કાંઈ ખામી આવવા દેતા નથી, કારણ કે તે જિનચરણની ઉપાસના અતિશય ભક્તિ પૂર્વક કરે છે, મુનિજનની સંગતિ પ્રત્યે અત્યંત પ્રીતિ રાખે છે, યથાઉચિત કર્તવ્ય શક્તિ સંયમનું પાલન કરે છે, દાન દે છે, શીલ-સદાચાર સેવે છે, તપ આચરે છે, શુભ ભાવના ભાવે છે, અને તેમાં કંઈ ખામી-ઊણપ આવવા દેતો નથી. તે સર્વ જગજંતુને પોતાના મિત્ર માનતો હેઈ, જેમ બને તેમ મન-વચન-કાયાથી અહિંસક રહેવાને પ્રયત્ન કરે છે; હિત મિત ને પ્રીત એવું સત્ય વચન બેલે છે; પ્રમાણિક અને ન્યાયપ્રિય રહી પરદ્રવ્ય હરવાની કે ચારવાની ઇચ્છાથી પણ દૂર રહે છે, પરસ્ત્રી પ્રત્યે મા-બહેનની દષ્ટિ રાખી સ્વદારાસતેવી થાય છે, અથવા સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરે છે; જેમ બને તેમ આરંભ–પરિગ્રહનું સંક્ષેપણું કરે છે, પરિગ્રહનું પરિમાણ-મર્યાદા ઠરાવે છે. તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મનું આલંબન લે છે; બાકી બીજી બધી જંજાલ છોડી દે છે. તે સર્વ તામસી વૃત્તિઓને ત્યજી દઈ, સાત્ત્વિકી વૃત્તિઓને ભજે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,–ઈત્યાદિ સાત્વિક વૃત્તિઓ આ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્રત હોય છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy