SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૪) યોગદષ્ઠિસમુચ્ચય જેવા તુચ્છ નમાલા ઉપદ્ર–કનડગતે એને કેમ બાધા કરી શકે? જ્યાં નદીના પ્રબળ પ્રવાહપૂરમાં હાથીના હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શો ? અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનેનું સંમતપણું હોય છે, અત એવ આનું અતિ સુંદર બહુમાન હોય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને અતિ બહુમાનપૂર્વક શિરસાવધ ગણે છે-માથે ચઢાવે છે; અને તેમના સંમતપણા થકી બહુમાન પામે છે. શિષ્ટ એટલે પરમ સંસ્કારી સુશિક્ષિત પંડિતજન, સંસ્કારસ્વામી, સાધુ જનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સમ્યફપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દઢપણે લાગ્યા છે, જે તત્તાતત્વના વિવેકમાં નિપુણ હોઈ પંડિત” કહેવાય છે, અને તેથી કરીને જ સંતજનેને સંમત છે-માન્ય છે, એવા સપુરુષ ‘શિષ્ટ' કહેવાય છે. એવા શિષ્ટજનને આ દષ્ટિવાળ યોગી પરમ માનનીય માને છે, અને બહુ માનનીય બને છે. આ તથા— भयं नातीव भवजं कृत्यहानिर्न चोचिते । तथानाभोगतोऽप्युच्चैनै चाप्यनुचितक्रिया ॥४५।। ભવભય ના અતિ-ઉચિતમાં, કૃત્યહાનિ પણ નેગ્ય; અજાણતાં પણ હાય ના, ક્રિયા અનુચિત કેય. ૪૫ અર્થ :– આ દૃષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હાય નહિં, ઉચિતમાં કૃત્યહાનિ હોય નહિં, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સર્વથા હાય નહિં. વિવેચન આવા દષ્ટિવાળા યોગીને ભવભય અત્યંત હેતે નથી, સંસારને ઝાઝે ડર રહેતું નથી, કારણ કે અશુભ કાર્યમાં તેની પ્રવૃત્તિ હોતી નથી, એટલે તે નિર્ભય રહે છે. જે ખોટું કે ખરાબ કામ કરતો હોય, જે અશુભ આચરણ કરતે હોય, જે દુષ્ટ પાપી હોય, ભવભય તેને જ ડરવાપણું હેય, એમ બાલક સુદ્ધાં સર્વ કઈ જાણે છે. વળી આ રહિતપણું આત્માથી પુરુષ તો પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણ ગ્રહી ભાવે છે કે-હે ભગવાન ! હે પરમકૃપાળુ દેવ ! હું તે અનંત દેષનું ભાન છું, છતાં પણ આપના અવલંબનથી મેં આ અપાર ભવસાગરને ગેપદ જે કરી દીધું છે. જો કે મહાદિ શત્રુ નૃત્તિ મર્ચ નારીવ મ –ભવજન્ય-સંસારજન્ય અત્યંત ભય હોતો નથી-, તથા પ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે (અશુભ પ્રવૃત્તિ કરે નહિં, તેથી સંસારને ડર પણ લાગે નહિં). ત્યાનિર્ત રેજિતે-અને સર્વ જ ઉચિતમાં કૃત્યહાનિ ન હોય,–ધમ આદરને લીધે. તથાનામાત્તાણુન્દ્રા-તેમજ અનાભાગથી પણ, -અજાણતાં પણ અત્યંતપણે, જાણનુનિચિ -સર્વત્ર જ અનુચિત ક્રિયા પણ ન હોય, ( અજાણતાં પણ અનુચિત ક્રિયા કરે નહિં.) ISE
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy