SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ ગાઢ ભાવમલ હોતાં સતીતિ ન હોય, (૧૬૭) આ ઘન હતાં સત પ્રતિ, પ્રતીત મહદય ને; સમ્યગુરૂપ શું ગ્રહે કદી, મંદલચને કેય ? ૩૬ અર્થ-કારણ કે આ ભાવમલ ઘન-ગાઢ હોય ત્યારે, પુરુષ પ્રત્યે તેની મહોદયવંતી એવી પ્રતીતિ હોય નહિં. શું મંદ લોચનવાળે કદી પણ બરાબર રૂપ ગ્રહણ કરે રે ? વિવેચન ઉપરમાં જે કહ્યું કે ભાવમલની અલ્પતા થયે તેવા ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થાય છે, તે જ વાતને વ્યતિરેકથી એટલે નિષેધાત્મક ઉક્તિથી (Negative Affirmation) અહી દઢ કરી છે–આ ભાવમલની જ્યારે ઘનતા હય, ગાઢપણું–પ્રબલપણું હોય ત્યારે પુરુષ પ્રત્યે તેવી મહોદયવાળી પ્રતીતિ હોય નહિં, શ્રદ્ધા-આસ્થા ઉપજે નહિં. આત્માને અંદરનો મેલ જ્યાં સુધી ગાઢ હોય, ત્યાંસુધી સંતની પ્રત્યે વિશ્વાસ બેસે નહિં. જ્યાં સુધી જીવ ગુરુકમી ભારેકમી હોય ત્યાં સુધી સત્પુરુષની તેવી પિછાન, ઓળખાણ થાય નહિ. તેવી પ્રતીતિ-અંતર આસ્થા ખરેખર ! જીવન મહા ઉદય કરનારી છે–ઉત્તરોત્તર ચઢતી કળા કરનારી છે. આ વાતનું તુલ્ય ઉપમા દ્વારા સમર્થન કરે છે કે જેની આંખનું તેજ ઓછું છે, મંદ છે, જે દષ્ટિદોષથી ઝાંખું ઝાંખું દેખે છે, એ પુરુષ શું બરાબર વસ્તુ સ્વરૂપ દેખી શકે ખરો ? ન જ દેખી શકે. તેમ ભાવમલ ઘણે હોવાથી જેના ભાવચક્ષુ ઉઘડ્યા નથી, તે પુરુષના સ્વરૂપને બરાબર ન ઓળખી શકે, ન પીછાની શકે; ને ઓળખે નહિ તે પ્રતીતિ પણ ક્યાંથી કરે? આમ “સત્પુરુષ પ્રત્યે સત્પણાની બુદ્ધિ તીવ્ર મત હોય ત્યાંસુધી ઉપજે નહિ કારણ કે ઘણા ઊંચા ઝાડની શાખાને પાંગળો કદી આંગળીથી સ્પશી શકે નહિ. * હવે અન્વયપ્રધાન પણે અધિકૃત વસ્તુના સમર્થન અર્થે જ કહે છે – अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्धयर्थ वृत्त्यैवायं तथा हिते ॥ ३७ ॥ . વૃત્તિ -સંઘવ્યાધિ-અલ્પ વ્યાધિવાળા, જેને રોગ ક્ષીણપ્રાય–લગભગ ક્ષીણ જેવો થઈ ગયો છે એ કઈ કથા છે-જેમ લોકમાં, તw:તેના વિકારોથી, કં–ખજવાળ વગેરેથી, ન વાધ્યતેવ્યાધિના અપપણુએ કરીને બાધિત થતું નથી. તેમ જ શું ? તે કે–તે ર–અને ચેષ્ટા કરે છે, રાજસેવા આદિમાં પ્રવૃત્તિ કરે છે, દુનિદ્રશર્થ-ઈષ્ટ સિદ્ધિને અથે, કટુંબ વગેરેના પાલન અથે. આ દૃષ્ટાંત છે. આ એને અપનય છે એટલા માટે કહ્યું : " પૃચૈત્ર–વૃત્તિથી જ, ધર્મનિરૂપ વૃત્તિવડે કરીને જ. અને આ-વૃતિઃ શ્રદ્ધા સુવિવિદ્રિષા વિજ્ઞરિત ધર્મનાં :”—એ વચન ઉપરથી છે. એટલે ધતિ, શ્રદ્ધા, સુવિવિદિષા (જાણવાની ઉત્કટ ઇચછી --જિજ્ઞાસા), એને વિજ્ઞપ્તિ એ ધમનિઓ છે (ધર્મની જન્મભૂમિઓ છે, ધર્મના ઉદ્દભવસ્થાને છે). તેથી આ હેતુભૂત એવી વૃત્તિવડે કરીને જ ચં-આ યેગી, તેવા અલ્પલાધિવાળા પુરુષની જેમ, સ્થિર એવા અકાય વૃત્તિના નિરોધથી, તે હિતમાં, દાન આદિ હિત વિષયમાં ચેષ્ટા કરે છે, (પ્રવર્તે છે). * “સહુ સરવયં દ્રત મણે તીવ્ર સમેત જ ! - અયાન પ ાાવ સુમહંતતઃ પા–શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy