SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) યોગદષ્ઠિસમુચ્ચય “પરમાતમ પદ કામના, કામનાશન એહ.” જોતાં પણ જંગી જતુને, ન વધે વિષયવિરામ.” –શ્રી દેવચંદ્રજી “જિહાં કામ ત્યાં રામ ના, રામ તિડાં નહિં કામ.” પરિગ્રહસંજ્ઞા–પરિગ્રહની મૂર્છા, પરવસ્તુને પોતાની માનવરૂપ મમત્વબુદ્ધિ અત્રે દૂર થઈ જાય, કારણ કે પરવસ્તુ પ્રત્યેની-પુગાદિ પ્રત્યેની પ્રીતિ છેડયા વિના, પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં. અને સાચે ભક્તજન તે પ્રભુને નિરંતર પ્રાર્થે છે કે-હે પરમકૃપાળુ દેવ! આપ મને આ પરપરિણતિરંગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છોડાવે ! આવા પુરુષને ભક્તિકાર્યમાં પરિગ્રહ સાંભરે પણ શેને ? “એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે...દયાલરાય!” પ્રીતિ અનંતી પર થકી, જે તેડે તે જેડે એહત્રાષભ-શ્રી દેવચંદ્રજી ક્રોધસંજ્ઞા–કોને ઉદય અહી હોય નહીં. કારણ કે ક્રોધ અને પરમ શાંતસુધારસમાં નિમજજનરૂપ ભક્તિને બને નહિં. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ કાધ શમી જાય, ને આત્મા શાંત અમૃતરસમાં ઝીલે. “અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય....વિમલ.”–શ્રી આનંદઘનજી ઉપશમરસભરી, સર્વજનશ કરી, મૃતિ જિનરાજની આજ ભેટી.”–શ્રી દેવચંદ્રજી માનસંગા—લૌકિક માન-મોટાઈની કે કીર્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહીં સંશુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિં. જે લેકમાં મનાવા-પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભક્તિ કરું છું એવું દુષ્ટ અભિમાન ધરવામાં આવે, તે તે ચિંતામણિરત્નને* કાણ કેડી જેવું કરી મૂકે છે! કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભક્તિકર્તવ્યને ગૌણ કરી તે પામર, તુચ્છ નિર્માલ્ય માનની પાછળ દોડે છે, એટલે કે પરમ મહત્ એવા ભક્તિ આદિ ધર્મકાર્યનું ખુલ્લું અપમાન કરી આશાતના કરે છે. પણ સાચે ભક્તજન તે કેવલ એક આત્માથે જઆત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ આદિ કરે છે. લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; રહે નહિ પરમાથને, લેવા લૌકિક માન.”—શ્રી આત્મસિદ્ધિ માયાસંજ્ઞા–શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા-માયાચાર ન હોય, દંભ ન હોય, પોતાના દેશના આચ્છાદનરૂપે-ઢાંકણરૂપે ધર્મને ડાળ-ઢંગીપણું *"साम्यं विना यस्य तपःक्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । ઘેનુષતામળિ%ામjમાન રે ચલ શાળા કૂચાના” –શ્રી અધ્યાત્મપનિષદુ + भवाभिनन्दिना लोकपंक्त्या धर्मक्रियामपि । મતે હીનદારો વેડુંત તદ્ધિ વિવુ || – શ્રી ગબિન્દુ, ૮૯
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy