SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ સુક્તતત્ત્વમીમાંસા : ભવરેગીની વિવિધતા, ચિકિત્સા, ‘મહા’ રેગ કેમ ? (૬૩૭ ) સ્વાસ્થ્ય છે, સાજોતાજો-હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે; તેમ યથાયેાગ્યપણે સમ્યક્ રત્નત્રયીરૂપ ઔષધપ્રયોગથી ભવરેગ નિમૂળ આરેાગ્ય થતાં જીવ નીરાગી-ભાવઆરેાગ્ય સપન્ન બને છે, સાજોતાજો-નિરામય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હૃષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ નિમગ્ન સહુજાત્મસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઇત્યાદિ અનેક પ્રકારે ભવતું રાગ સાથે સામ્ય-સરખામણું ઘટાવી શકાય છે, તેથી તેને રાગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગ્દર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું. 6 વળી આ ભવરાગને મહા' કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પેાતપેાતાના વગ માં–જાતિમાં જે શ્રેષ્ઠ-માટે હોય તે ‘મહા' કહેવાય છે. દા॰ ત॰ મહાકવિ, મહારાજા, મહાવીર, મહામુનિ; અને ભવરાગનું મહત્ત્પણુ–મેટાપણું અનેક પ્રકારે છે. જેમકે-(૧) માણુસના શરીરમાં ઉપજતા રાગ અમુક મર્યાદિત સમય સુધીને અથવા વધારેમાં વધારે ચાવજીવ-આ જીંદગી પત ટકે એવા હાય છે; પણ આ ભવરાગ તા અનાદિ કાળથી આ જીવને લાગુ પડેલા અને ભવાલવ ચાલી આવેલે હાઇ, હજુ પણ આ જીવના કેડા મૂકતા નથી ! આમ અતિ અતિ દ્વીધ સ્થિતિને ( Duration) લઈ આ ભવરાગ ‘મહાન્' છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતા રાગ જો કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરેાગથી નરકાઢિમાં ( જુએ ગાથા પૃ. ૨૦૨ ફૂટનેટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હાય છે કે તેની પાસે ગમે તેવા આકરા રાગ કઇ વિસાતમાં નથી. રાગથી જે શારીરિક-માનસિક દુ:ખ ભાગવવું પડે છે. તેના કરતાં અનાંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરાગથી વેઠવું પડે છે. ચાર ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુ:ખ વેદના-યાતના ખમવી પડે છે આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity ) પણ ભવરાગની મહત્તા છે. (૩) માહ્યરાગને સાધવા-મટાડવા એ કાંઇ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભવરેગ સાધવા-મટાડવા એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કૃસાધ્યતાથી અથવા અસાધ્યતાથી પણ આ ભવરેગ ‘મહાન' છે– માટે છે. (૪) ખાદ્ય રાગ અતિ તીવ્ર હાય તા કવચિત્ એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર ભાગ તા સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામષ્ટિથી પણ આ ભવરાગ અતિ માટેા છે. ( ‘મહા' રાગ કેમ કો ઇત્યાદિ પ્રકારે આ લવ–સસાર ખરેખર મહારેગ જ છે. એને મીટાવવાને વિવેકી અદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક જીૠગીના એક સામાન્ય રોગને મટાડવાને લાકે કેટલી બધી જહેમત સુમુક્ષુનું કર્ત્તવ્ય ઊઠાવે છે? કેવા આકાશપાતાલ એક કરે છે? કેટલા વૈદ્ય-ડાક્તર
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy