SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાયષ્ટિ : દુ:ખમય આર’ભ-પરિગ્રહની-ખલા (૩૦૯) સુશીલ પુરુષને અંતમાં સદાય શાંતિ હોય છે—નિરાંત હોય છે,-આ સવાઁ કોઈના પ્રત્યક્ષ સ્વાનુભવ છે. પણ આ જીવે તે વિપર્યાસને લીધે ઉલટી બુદ્ધિ ધરી છે, ને તેથી તે ઉલટા માર્ગો પકડે છે. તે Rsિ'સા આદિ કરીને સુખ પામવાની ઇચ્છા રાખે છે! તેથી સુખને માટે ઝવા નાંખતા તે બિચારા દુઃખી થાય છે! અને અહિ'સાદિ સુખને માગ છેડીને હિં...સાદિ દુ:ખના માર્ગ પકડી સુખ પામવાને ફાંફાં મારે છે, પણ સુખથી ભ્રષ્ટ થઈ દુ:ખ જ અનુભવે છે! આ જીવને જવું છે ઉત્તર ભણી, ને પકડે છે દક્ષિણના માગ ! આ જીવને જોઈએ છે સુખઅમૃત, પણ પીએ છે દુઃખવિષ ! તેમજ આર્ભ એ પ્રગટ આકુલતાનું કારણ અને નિરારભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલ્લી આરભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુ:ખ; જેટલી નિરાર'ભ નિરુપાધિ, તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિદ્ધ એવી નિવિવાદ વાત છે. છતાં વિપર્યાસ બુદ્ધિવાળા જીવ એથી જ '' કલ્પી ઉંધું જ પ્રવતન કરે છે, ઉલટું જ આચરણ કરે છે. તે તે એમ સમજે છે કે આરંભ સમારભ કરવાથી મને સુખ સાંપડશે. એટલે તે હિ'સાપ્રધાન કૃત્ય-આરભા આદરી, પાપાચરણ આચરી, પાપાપાર્જન કરે છે, પાપની કમાણી કરે છે. દાખલા તરીકે–તેણે ધનમાં સુખ માન્યુ છે, એટલે ચેન જૈન પ્રારેળ ગમે તે પ્રકારે તે ધન મેળવવા માટે તે નાના પ્રકારના મહાપાપી કાંદાની ધંધા-આરંભ આદરે છે. જેમકે-અગ્નિકર્મ, વનકર્મ, શકટમ, ભાટક કર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય ઇત્યાદિ.X આર્ભ એ દુઃખ 4 એટલે ચાતરફથી ગ્રહે છે, અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરભને મિત્ર પરિગ્રહ પણ સાથેાસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન પરિગ્રહ ' પણ પેાતાના નામ પ્રમાણે, જીવને ૮ પરિ’ પકડી લે છે, જકડી લે છે. પછી તેા આ ‘ ગ્રહ' (ભૂત અથવા દુષ્ટ ગ્રહુ અથવા મગર ) જેવા પરિગ્રહની જીવ પર જકડ–પકડ એવી તેા મજબૂત હાય છે, કે તેમાંથી જીવને છૂટવા ધારે તા પણ છૂટવુ ભારે પડે છે. તે પરિગ્રહ-ખલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. માટા વ્યવસાયા આરભનારા અથવા માટી માટી રાજ્યાદિ ઉપાધિ ધારણુ કરનારા જનને આ રાજને જાતિઅનુભવ છે. પરિગ્રહની જ'જાલમાં સેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઊંઘ પણ આવતી નથી. આમ જીવે હાથે કરીને વ્હારેલી મારભ ઉપાધિ જીવને પોતાને જ પશ્ત્રિહરૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે ! હાથના કર્યા હૈયે વાગે છે! ભેસના શીંગડા ભેસને જ ભારી પડે છે ! પરિગ્રહની મલા આમ દુ:ખમાં સુખબુદ્ધિથી ખેંચાઇને આ જીવે દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં x "इ'गाली वण साडी भाडी फोडी सुवज्जए कम्मं । નાળિષ્મ ચૈત્ર કૃતજીલસ વિજ્ઞવિસર્ચ ।।”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy