SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિઃ બીજુ ગાંગ-નિયમ, શૌચની વ્યાખ્યા (૧૭૯) અંત શુદ્ધિ કરવી, આત્મમલિનતા દૂર કરવી, તે જ ખરૂં શૌચ છે. કેટલાક લોકે જલથી જ શૌચ માને છે, તે યુક્ત નથી. તેથી તે કદાચ શરીરને મેલ સાફ શૌચ=અંતઃશુદ્ધિ થાય, અને તે પણ ખરેખરી રીતે બનવા યોગ્ય નથી, કારણ કે શરીર પોતે જ અશુચિની ખાણ છે, અશુચિને ઉકરડો છે. તે હજારો વર્ષ સુધી સાગર જેટલાં જલથી પણ સ્નાન કરતાં શુદ્ધ ન થાય ! એમ માછલાં પણ બિચારા વીસે કલાક પાણીમાં પડ્યા રહે છે ! તેમ ગમે તેટલા તીર્થ સ્નાન કર્યું પણ શૌચ થતું નથી. આ બાહ્ય શૌચ અહીં પ્રસ્તુત નથી, પણ અંતરંગ શૌચ જ વિવક્ષિત છે. ભાવશુદ્ધિરૂપ આધ્યાત્મિક શૌચને છેડી, જે જલ આદિ શૌચ છે, તે ભલે મૂઢ જનને વિસ્મય પમાડે, પણ બુધ જનને નહિં. કારણ કે– અહો ! મૂઢ જીવો એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળવડે નહાય છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન-સુખડથી ચર્ચ છે; અને હવે અમે પવિત્ર છીએ એમ ગણી એના પર પ્રીતિ–મોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડો કદી શુદ્ધ થાય ખરો? ન જ થાય.” શ્રી મનસુખભાઈ કી. કૃત શાંતસુધારસ વિવેચન બુધ અને તે આવા બાહ્ય શૌચને તેની કવચિત ગ્યતા કરતાં ઝાઝું મહત્વ આપતા નથી. તેઓની દષ્ટિ તે મુખ્યપણે અંતરંગ શુદ્ધિ ભણી જ હોય છે. તેઓ તે ધ્યાનરૂપ જલવડે, કમલની શુદ્ધિ કરવારૂપ ભાવ સ્નાન કરે છે. ધમરૂપ* દ્રહની અંદર બ્રહ્મચર્યરૂપ નિર્મલ શાંતિતીર્થમાં તેઓ સ્નાન કરી વિમલ વિશુદ્ધ થાય છે, દોષને ત્યાગ કરી શીતલ થાય છે.” “ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् । કરું í સાબિચ માઘસ્નાનં તદુ ”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક “ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહ ભાવીએ. ” “ પર પરિણતિ રજ કે, નિર્મલ સિદ્ધિ વરંત.”—શ્રી દેવચંદ્રજી x" शौचमाध्यात्मिकं त्यक्त्वा भावशुद्धयात्मकं शुभम् ।।" નરાશિરે ચહું મૂઢવિદEાપન દિ તત્વ –વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી. *" स्नायं स्नायं पुनरपि पुनः स्नांति पुण्याभिरभ्दिः वारंवारं बत मलतनु चंदनैश्चर्चयंते । मूढात्मानो वयमपमला प्रोतिमित्याश्रयंते । नेो शुद्धयंते कथमवकरः शक्यते शोध्धुमेवम् ॥" –શ્રી વિનયવિજયજી મહારાજકૃત શાંતસુધારસ + “ धम्मे हरए बंभे संतितित्थे, अणाइले अत्तपसन्नलेसे । - કવિ orો વિમો વિયુદ્ધો, મુરતિમૂરો પગામિ સં છે ? –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર " आत्मा नदी संयमते।यपूर्णा, सत्यावहा शीततटा दयार्मिः। તત્રામિણે પાડુપુત્ર ? – વાણિ શુદ્રથતિ ચાતરાત્મા II” –શ્રી મહાભારત,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy