________________
ભાગ પહેલે
૧૨. સંચલ, સુંઠ, પુષ્કરમૂલ, હીંગ ઘસી શૂલ પર લગાવે. ૧૩. એળિયે, છીંકણી, અજમો, કાળાં મરી વાટીને પાણીથી ગોળી બનાવે. ખાવાથી શૂલ મટે છે. ૧૪. એળિયે પાણીમાં ઉકાળી ફૂલ લગાવે. ૧૫. એરંડિયું ચે પડી નેગડને બફારો લેવાથી શૂલ પર મટે છે. ૧૬, રીંગણી, પીપલ, પાષાણભેદ, સમભાગ લગભગ ૧ તોલો લઈ કાઢે કરી પીવાથી શ્લેષ્મ શૂલ મટે છે. ૧૭. એલચી, હીંગ, વચ, શિલાજીત, જખાર ર-ર ક માત્રા ૩ ટંકની. એરંડિયા તેલમાં પાવાથી શૂલ
૧૮. વિષાણુભસ્મ, ગાયના દૂધ અને ધૃતમાં આપવાથી મહાવિષમ હદયશૂલ મટે છે. ૧૯. સાજી, મરી, બેલ, લવિંગ, બરાબર લઈ પાણીમાં ગોળી બનાવવી. સાંજે બે ગોળી આપવાથી
શૂલ મટે છે. ૨૦. સૂઠનો કાઢો કરી ઉપર સ્વલ્પ હીંગ અથવા સંચળ ભભરાવી પીવાથી ઉદરશૂલ મટે છે. ૨૧. સૂઠ, સંચલ, પુષ્કરમૂલ, હીંગ બખે રતિ ગરમ પાણીથી લેવાથી શુલ તત્કાળ મટે છે.
સંગ્રહણી-ઉપચાર ૧. ખાપરિ, જાવંત્રી, સમભાગે લઈ ૧ ટંક ચૂર્ણ ગુલાબજળમાં પાયે તે સંગ્રહણીમાં લાભ થાય છે. ૨. બલબીજ, અજમોદ, વચ. ચિત્રક, મેથ, પાઢ, હીંગ, ચવિક, અતિવિષ, કુટકી, પંચલૂણ, પીપલ,
જવખાર, ત્રિકટુ, ત્રિફલા, તજ, પત્રજ, એલચી, સવાભાગ લઈ સરસિયાના તેલમાં મકર, ગરમ પાણીથી ટંક ના ની માત્રા લેવી. હ૫, શ્વાસ, ખાંસી, ગુલ્મ, ફીહો, પાંડુ, કૃમિ, સંગ્રહણી,
અરુચિ, પ્રમેહ, જ્વર, આમવાત, અને સર્વ જાતનાં ઉદર રોગ મટે છે. ૩. શુદ્ધપારદ, શુદ્ધગંધક, ૧-૧ ટંક, સેવંગી ૨ ટંક, સાંઠ ટંક ૩, પીપલ, મરી ૩-૩ ટંક, હરડે
૮ ટૂંક, પાણીથી ગોળીઓ મગ સમાન બનાવવી, પાણી સાથે સવાર સાંજે સેવન કરવી, સંગ્રહણી
આદિ મટે. પર્થમાં જીઆર ખાય તે વધારે લાભ થાય છે. ૪. સુંઠ, મેથ, પતીસ ગિલેય એક એક તલા. ૪૦ તોલા પાણીમાં કાઢી કરવો ૧૦ તોલા પાણી
રહે એટલે ગાળી વે૫ મીઠું નાખી પીવો. સંગ્રહણી મટે છે. ૫. ૧૦ શેર પિસ્તાના ડેડા અડધા મણ પાણીમાં ઉકાળવા, ૩ શેર પાણી શેષ રહે ત્યારે ફાંતરાં કાઢી
લેવાં, ૪૯ ટંક મેચરસ, ૩ ટંક અફીણ, ૪ ટંક ધાવડાના ફૂલ, બચેલા ૩ શેર પાણીમાં નાખી વળી ઉકાળવું, પાશેર રહે ત્યારે ૫ તોલા સૂઠ નાખી નાનાં બાર પ્રમાણે ગોળી બનાવવી. ૧–૧
ગોળી પાણી સાથે નિત્ય સેવન કરવાથી અષ્ટ સંગ્રહણી મટે છે. ૬. પીપલ, પીપલામૂલ, કાળુંજીરું', વડલૂણ, પત્રજ, સેંધવ, નાગકેશર, કુટકી, મરી, સુંઠ, સંચલ,
તજ, દાડમસાર, કાળું મીઠું, સમુદ્રલૂણ, અમલતાસ. સમ ભાગે ચૂર્ણ કરવું. ૩-૩ માસા, સવાર-સાંજ ગરમ પાણી સાથે ફાકી લેવી, મંદાગ્નિ, અરુચિ આફરો, સોજો, પાંડુ, સંગ્રહણી
આદિ ઉદર રોગ મટે. ૭. સંગ્રહણીવાળાને લેહ બુઝાવેલ પાણી પણ હિતકારી છે,