SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) આવું શીખવા જેવું, નહીં તો દ્વેષ પેસી જશે દહાડામાં પંદર-વીસ વખત તો મારે એમને યાદ કરવાના. પ્રશ્નકર્તા : બહુ વખત યાદ કરો છો, દાદા તમે. પંદર-વીસ વખત યાદ કરો એટલે ઘણો વખત કહેવાય. દાદાશ્રી : હા, ત્યારે તમે તો બે વખતેય નથી કરતા. અમારે તો એમની તબિયત સારી રહે તેના માટે અહીંથી આશીર્વાદ મોકલવાના. બીજું મોકલવાનું રોજ. હવે બોલો, અમે લાગણી વગરના છીએ કે લાગણીવાળા છીએ ? પ્રશ્નકર્તા : હા, દાદા. શીખવું જોઈએ આ. લાગણીવાળા, ઘણી બધી લાગણી. દાદાશ્રી : હા, હવે એમને આપણે હાથ આપેલો છે, પ્રૉમિસ. એને કેમ છોડાય ? પ્રશ્નકર્તા : એટલે મોક્ષે જવું હોય તો આ શીખવું જોઈએ દાદા પાસેથી. દાદાશ્રી : મોક્ષ જતો રહેવાનો નથી, આ શીખવું જોઈએ. હું જે શીખ્યો છું એ બધું શીખવા જેવું છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ છે પણ બધું શીખવા જેવું છે. અઘરું નથી કંઈ. અથડામણ થાય એવું કશું છે નહીં. શીખવા જેવું છે બધું. બોધકળા ને જ્ઞાનકળાથી આ પ્રાપ્તિ થયેલી. બોધકળા સંસારમાં મને જ્ઞાન નહોતું થયું તોય હતી અને પછી આ જ્ઞાનકળા ઉત્પન્ન થઈ. પછી શું જોઈએ આપણે ? આ શીખવા જેવું છે બધું, નહીં તો દ્વેષ પેસી જશે. પ્રશ્નકર્તા : હા, નહીં તો દ્વેષ પેસી જાય. દાદાશ્રી : જો સારા માણસને ભાડે નહીં આપો તો બીજો ખરાબ તો પેસી જ જવાનો છે. રૂમ ખાલી રહે નહીં આ કાળમાં. શું તમને સમજાયું ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy