SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી” ૩૦૭ ના હો તો મારે મોક્ષમાર્ગ સારી રીતે થાય, એવું નહીં બોલવાનું. ‘તમારા વગર ગમતું નથી”, કહીએ. શું કહેવાનું ? પ્રશ્નકર્તા : તમારા વગર ગમતું નથી. દાદાશ્રી : હા. અમેય હીરાબાને કહીએ, ‘તમારા વગર ગમતું નથી અમને, બહાર ફરીએ છીએ તોય. એટલે ખુશ. કપટથી નહીં, વિવેક તે સાચો પ્રેમ છે મહીં પ્રશ્નકર્તા ઃ આવું બોલવું એ કપટ ના કહેવાય ? દાદાશ્રી : કપટથી કહીએ નહીં. આપણે એમ કહીએ છીએ કે તમારા લીધે મારો મોક્ષ બગડી જાય છે, એ કપટથી કહીએ છીએ ? આય કપટથી નથી. આ વાણી બોલતા આવડી એને. વિવેક કરતા આવડ્યો. પ્રશ્નકર્તા : દાદા, કામેટિક, નાટકીય. દાદાશ્રી : સાવ નાટકીય નહીં. વિવેક, સાચો પ્રેમ છે અંદર, ભાવ છે, કારણ કે આત્મદૃષ્ટિએ એમની ઉપર પ્રેમ છે. બહારના જોડે આપણને લેવાદેવા નથી. આત્મદષ્ટિએ એમની ઉપર ભાવ છે આપણને. અને વિવેક, આ ભવમાં સોદો કર્યો છે, પૂરો તો કરવો જ પડે ને ! બહારના માગતાવાળાને આપણે વિવેકથી બોલાવીએ છીએ, “આવો, પધારો, બેસો, ન ગમતા હોય તોય. નથી વિવેક કરતા ? પ્રશ્નકર્તા : હા, હા, એ બરાબર છે. દાદાશ્રી : એવું વિવેક. કંઈ કપટ-બપટ આપણામાં હોય જ નહીં ને ! કપટ તો કેવું હોય ? પ્રશ્નકર્તા ઃ તો બહારના સાથે પ્રામેટિક હોય ? દાદાશ્રી: નહીં, એ ડ્રામેટિક અને આ એના આત્મા સાથે પ્રેમમય. અને પાછલો હિસાબ ચૂકતે કરવાનો છે. હીરાબા જોડે જરાય કપટ તો હોય નહીં ને ! એ પોતે સમજી જાય કે “ના, સાચું બોલે છે.”
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy