SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા : બા, કોઈ દહાડો માર્યા'તા દાદાએ તમને ? હિરાબા : ના. નીરુમા : કોઈ દહાડો તો ચોડી દીધી હશે, બા, એકાદવાર ? હીરાબા : ના. નીરુમા : એકવાર, એકવાર, તમે ભૂલી ગયા, બા. તે દહાડે કહેતા'તા ને ? હીરાબા : ના, એકેય વખત નથી મારી. જ્ઞાન પછી લાગ્યો ફેરફાર નીરુમા : બા, આ દાદાને અઠ્ઠાવનમાં જ્ઞાન થયું ને, પછી દાદામાં શું ફેરફાર જોયો તમે ? તમને ખબર પડી તરત ? તમને બા, કયારે ખબર પડી દાદાને જ્ઞાન થયું છે ? હિરાબા : મને તો પડેલી જ છે ને ! નીરુમા : ના, એવું નહીં, બા. દાદાને જ્ઞાન થયું ને, અઠ્ઠાવનની સાલમાં પણ... હીરાબા: એ તો રણછોડભાઈ સાથે હતા ને, ત્યાં સુરતના સ્ટેશને થયું. નીરુમા : પણ તમને પછી ખબર ક્યારે પડી ? હીરાબા : મને તો ખબર પડી છે, પણ તોય હજુ તીખા ભમરા જેવા. નીરુમા : “તીખા ભમરા જેવા છે', કહે છે. જ્ઞાન તો થયું પણ તીખા ભમરા જેવા છો.' દાદાશ્રી : એ તો પહેલા હતો ને ! અત્યારે છું ? હીરાબા : ના, ના, હજુય ખરા.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy