SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ દાદાશ્રી : એમાં શું ? આપણો ભઈ જ છે ને, વાંધો શો ? હીરાબા : ભઈ છે એટલે કંઈ, ભઈ તો ન લે. દાદાશ્રી : છે બુદ્ધિ કોઈના બાપની ? આપવાનું કહ્યું તોય નથી આપતા, એટલે એ ચોક્કસ કેટલા હશે ? ત્યારે હું ભોળો કેટલો હોઈશ ! પ્રશ્નકર્તા : તમે જાણો છો કે હું આવું કહીશ એટલે આપવાના જ નથી, આવું જ કહેશે. ૨૦૫ દાદાશ્રી : અને મને તો આપે તેમાંય વાંધો નહીં. હું તો પહેલેથી વ્યવસ્થિતને માનવાવાળો. અપાઈ ગયું એ વ્યવસ્થિત છે. ઝઘડો શું કરવા કરે ? નીરુમા : ઝઘડો-બઘડો કરો કશો ? હીરાબા : ઝઘડો શું કરવા કરે ? નીરુમા : નહીં ? બહુ પાકા છે બા. ઝઘડો કોઈ દહાડોય નથી કર્યો. દાદાશ્રી : ઝઘડીને શું કાઢવાનું ? લોકોને ત્યાં ઝઘડાં જોયેલા એટલે સમજણ તો પડે જ ને કે બળ્યું, આમાં મઝા નથી એવું. આડોશીપાડોશીમાં નહોતા થતા ? એ જોયેલા બધા. હીરાબા : હા, પાડોશીઓને તો બહુયે થતું હતું. દાદાશ્રી : પાછા એને છોડાવવા જવું પડે. હીરાબા : હા, મારે છોડાવવા જવું પડે. દાદા કરે તે ચાલે, મારે તા ચાલે દાદાશ્રી : આ બધાની ઈચ્છા એવી કે એક ફેરો બા દાદાની જોડે ઝઘડો કરે તો સારું. નીરુમા : હા, બા, બહુ મઝા પડે અમને. ઝઘડો કરો ને, એક દહાડો તમે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy