________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
Earth
Jupiter
Mercury
Uranus
Venus
Mars
Saturn
Neptune
Soundberg
SOLAR SYSTEM
અલબત્ત, જૈન આગમોમાં એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો હોય છે. (બૃહત્ ક્ષેત્રસમાસ, પૃ.૧૪૧). એક ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કોડાકોડી તારા હોય છે. (બૃહત્ ક્ષેત્રસમાસ, પૃ.૧૪૨) જેન ખગોળશાસ્ત્રમાં રાહુ બે દર્શાવ્યા છે. ૧. નિત્ય રાહુ, ૨. પર્વ રાહુ. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે ચંદ્રની કળાઓનું કારણ નિત્ય રાહુ છે. જ્યારે પર્વ રાહુ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું કારણ છે. જો જ્યોતિષશાસ્ત્રનો રાહુ જૈન ખગોળશાસ્ત્રનો નિત્ય રાહુ હોય તો તેના રાશિ અંશ કળા ચંદ્રના રાશિ અંશ કળા જેટલા જ હોવા જોઈએ. પરંતુ પંચાંગમાં જ્યોતિષશાસ્ત્રનો રાહુ એક જ રાશિમાં અઢાર મહિના રહે છે, જ્યારે ચંદ્ર એક રાશિમાં માત્ર સવા બે દિવસ જ રહે છે. તેથી જ્યોતિષશાસ્ત્રનો રાહુ જૈન ખગોળશાસ્ત્રના નિત્ય રાહુથી અલગ છે. તે જ રીતે જો.
જ્યોતિષશાસ્ત્રનો રાહુ જેન ખગોળશાસ્ત્રનો પર્વ રાહુ હોય તો સૂર્યગ્રહણ વખતે સૂર્ય અને રાહુના રાશિ, અંશ, કળા એક સરખા હોવા જોઈએ. તે જ રીતે ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર અને રાહુના રાશિ, અંશ, કળા એક સરખા હોવા જોઈએ. પરંતુ ખગોળશાસ્ત્રીય અવલોકનમાં તે પ્રમાણે મળતું નથી. તે નીચે દર્શાવેલા કોષ્ટકમાં ચાલુ વર્ષના સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતના સૂર્ય, ચંદ્ર અને રાહુના રાશિ, અંશ, કળા ઉપરથી નક્કી થઈ શકશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની આકૃતિઓ અહીં નીચે આપેલ છે.