________________
38
શું જેન ભૂગોળ-ખગોળ સાચી છે? પ્રવચન તેઓએ અમારા ગામમાં આપેલ. અને તે પ્રવચનમાં રજૂ કરવામાં આવેલ ધારદાર દલીલોની એવી પ્રચંડ અસર થતી કે લોકો એકવાર તો આધુનિક ભૂગોળ-ખગોળને શંકાની નજરે જોતા થઈ જતા. ત્યારે મારી ઉંમર માત્ર ૧૦-૧૧ વર્ષની હતી. તે વખતે હું પણ જૈન ભૂગોળ-ખગોળ જ સાચી તેવું દૃઢતાપૂર્વક માનતો થઈ ગયેલ. આ પ્રવચનની અસર હેઠળ નિશાળમાં ભૂગોળના તાસમાં અમારા ભૂગોળના શિક્ષક શ્રી બાબુભાઈ એન. પરમાર સમક્ષ ત્રણ તાસ સુધી અર્થાત્ ૧૦૫ મિનિટ સુધી પૃથ્વી ગોળ નથી અને પૃથ્વી ફરતી નથી, તે બાબતે દલીલો કરેલ અને તેમાંથી એક પણ દલીલનો તેઓ ઉત્તર આપી શક્યા નહોતા. એટલું જ નહિ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલ પ્રશ્ન “પૃથ્વી ગોળ છે તેની સાબિતી આપો’ના જવાબમાં મેં નિશાળના પુસ્તક અનુસાર પૃથ્વી ગોળ છે તેની સાબિતીઓ તો લખી હતી પણ સાથે સાથે જૈન ધર્મ પ્રમાણે પૃથ્વી ગોળ નથી તેની દલીલો પણ લખી હતી. ટૂંકમાં, મારા કુમળા મગજમાં જૈન ધર્મમાં બતાવેલ પૃથ્વીના આકાર અને સ્થિરતા સંબંધી ખ્યાલ કેટલો દઢ હશે, તેનો ખ્યાલ આવશે. અને ત્યારથી જ જૈન દર્શન અંગે વૈજ્ઞાનિક સંશોધન કરવાની ઈચ્છાનો પાયો નંખાયો. તે પછી પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ અવારનવાર અમારા ગામમાં પધારતા અને તેમની સાથે ગાઢ સંપર્ક થતાં વૈજ્ઞાનિક સાધન તરીકે ટેલિસ્કોપ અને દૂરબીન અર્થાત્ બાયનોક્યુલરમાં રાત્રે આકાશદર્શન કરવાનો લહાવો પણ મળતો. તે રીતે વિજ્ઞાન અંગે રસ અને રૂચિ ઉત્પન્ન કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો હતો. ચાણસ્મા નગરે મેં તેઓશ્રીની નિશ્રામાં પર્યુષણમાં આઠ દિવસના પૌષધની આરાધના પણ કરેલ. તે સાથે તેઓ બીજી પણ રીતે મારા પરમ ઉપકારી હતા. મારા સંસારી પક્ષે માતુશ્રીના મામા શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી ડેરોલવાળા તેઓશ્રીના પરમ ભક્ત હતા અને વર્તમાનમાં પાલીતાણામાં જ્યાં જંબુદ્વીપ છે, તે જમીન પણ તેઓએ