________________
32
'શું જૈન ભૂગોળ-ખગોળ. સાચી છે? તત્ક્ષણ આકાશમાં ભારત ઉપરથી પસાર થતા આ પ્રકારના ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીરો પ્રત્યક્ષ નિહાળી છે. તેથી આપણા કેટલાક જૈન સાધુઓની દલીલ છે કે કોઈપણ વિમાન કે ઉપગ્રહ માત્ર પૂર્વ-પશ્ચિમ જ પ્રદક્ષિણા કરી શકે છે, તેનો છેદ ઉડી જાય છે.
આ રીતે જૈન ભૂગોળ-ખગોળ મારા માટે ઘણા વખતથી એક કૂટપ્રશ્ન સમાન હતી. જેના સમાધાનરૂપે ડૉ. જીવરાજ જૈને ચાર વર્ષ પૂર્વે રજૂ કરેલ વિચાર મને ખૂબ જ પસંદ પડ્યો. અને તેમાં આગળ ચિંતન તથા અન્ય પ્રશ્નોના યથાશક્ય ઉત્તર મેળવવા તથા તે સાથે આ વિષયના અન્ય તજ્જ્ઞ સાધુ ભગવંતો તથા વિજ્ઞાનીનું માર્ગદર્શન મેળવવા સૂચન કર્યું. તે સૂચન તેમને માન્ય કર્યું અને જેનોના ચારેય ફિરકાના વિદ્વાન સાધુઓનો સંપર્ક કરી તેમને સમજાવવા પ્રયત્ન કર્યો અને તેમાં કેટલાકમાં તેમને સફળતા પણ મળી, તેના પરિણામે તેઓએ હિન્દી ભાષામાં એક પુસ્તક લખ્યું અને તે સભ્ય જ્ઞાન પ્રચારક મંડલ, જયપુર દ્વારા પ્રકાશિત પણ થયું. તેના આધારે તથા પુસ્તક પ્રકાશન પછી પણ પ્રસ્તુત વિષયમાં તેમના ચિંતન મનન દ્વારા નિષ્પન્ન કેટલુંક મહત્ત્વનું સાહિત્ય આધુનિક મિડિયા દ્વારા પ્રાપ્ત થયું. તેના આધારે જ આ વર્તમાન પુસ્તકનું આલેખન કરવામાં આવે છે. આશા છે કે નવી પેઢીના બુદ્ધિશાળી વર્ગને આ સમાધાન પસંદ પડશે અને જૈન દર્શન ઉપર તેની શ્રદ્ધા દેઢ થશે. અલબત્ત, કેટલાક રૂઢિચુસ્તો, શાસ્ત્રમતાગ્રહીઓ, વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન ધરાવનારા આની સામે તાર્કિક રીતે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરશે. આમ છતાં, તટસ્થ બુદ્ધિધારક લોકો પ્રસ્તુત સાંખ્યિકી પદ્ધતિ અંગે ચોક્કસ વિચાર કરશે.
m૦
o
o
o
o