________________
25
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
મહાન સંશોધક ડૉ. મધુસૂદન ઢાંકી જેવા જૈન આગમોના મર્મજ્ઞ જ આ પ્રકારના આગમોનું અથવા આગમપાઠોનું વર્ગીકરણ અર્થાત્ તેમાંનો કયો પાઠ મૂળ છે અને કયો પાઠ પાછળથી ઉમેરાયેલ છે, તેવું વર્ગીકરણ કરી શકે. પરંતુ હાલમાં એવા કોઈ મર્મજ્ઞ ઉપલબ્ધ નથી અને પ્રસ્તુત પુસ્તકનો એ વિષય પણ નથી.
તેથી જ કેટલાક જૈન સાધુ ઓ જૈન ભૂગોળ-ખગોળને પશ્ચાત્વર્તી આચાર્યોની રચના માને છે. તો કેટલાક સાધુઓ હિન્દુ પરંપરાના બ્રહ્માંડના સ્વરૂપ વનના અનુકરણરૂપે માને છે. કારણ કે તેઓની પાસે કાં તો શ્રદ્ધાની ખામી છે અથવા વર્તમાન વિજ્ઞાનની સિદ્ધિઓથી અંજાઈ ગયા હોય અથવા જેન ભૂગોળ-ખગોળ પ્રમાણે ક્યાંય કશું જ ઉપલબ્ધ નથી અને વર્તમાન યુવા પેઢીને તેનું કોઈ સમાધાન આપી ન શકે તેવી, મારા જેવી પરિસ્થિતિના કારણે એવું માનવું પડે. કારણ ગમે તે હોય પણ આજ પર્યત આપણી પાસે જેન ભૂગોળ-ખગોળ અંગે આપણી યુવા પેઢીના પ્રશ્નોના ઉત્તર નહોતા. હવે તે મેળવવા માટે અત્યંત પ્રબળ શ્રદ્ધા ધરાવતા વિજ્ઞાનીઓ છે, તેઓ આધુનિક વિજ્ઞાનની વિવિધ પદ્ધતિઓના જાણકાર છે અને સાથે સાથે પ્રાચીન જૈન સાહિત્યના અભ્યાસુ છે અને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ તેનું મૂલ્યાંકન-અર્થઘટન કરવાની ક્ષમતા ધરાવે છે.
આધુનિક વિજ્ઞાને અકલ્પનીય પ્રગતિ કરી છે. ઉપગ્રહો દ્વારા સિદ્ધ કરી આપ્યું છે કે આપણી પૃથ્વી નારંગી જેવી ગોળ છે. અલબત્ત, ભારતીય પરંપરામાં ઈ. સ.ની પાંચમી સદીમાં