________________
13.
'જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
નથી. જ્યારે લોકાકાશમાં ધર્મ, અધર્મ, પુગલ, જીવ અને કાળ દ્રવ્ય રહેલ છે. અલબત્ત, વ્યવહારનય પ્રમાણે કાળના બે પ્રકાર છે, ૧. વ્યવહાર કાળા અને ૨. નિશ્ચય કાળ. તેમાંથી વ્યવહાર કાળ માત્ર મનુષ્ય ક્ષેત્ર અર્થાત્ અઢી દ્વીપમાં જ છે. અઢી દ્વીપની બહાર વ્યવહાર કાળ નું કોઈ અસ્તિત્વ નથી. ષદ્ધવ્ય થી યુક્ત લોકને જૈન આગમોમાં અને અન્ય જૈન ગ્રંથોમાં કમર ઉપર બે હાથ રાખી, બે પગ પહોળા કરીને ઊભા રહેલ પુરૂષના આકારમાં ચિત્રાંકિત કરવામાં આવેલ છે. તેનું કુલ ઘનફળ ૩૪૩ ઘન રાજલોક અથવા રજૂ પ્રમાણ બતાવેલ છે. અલબત્ત, આ ઘનફળ પણ માત્ર કાલ્પનિક અથવા ગાણિતિક દૃષ્ટિએ તે બતાવેલ હોય તેવું જણાય છે.
બ્રહ્માંડના જૈન સ્વરૂપને આધુનિક વિજ્ઞાનના ભૌગોલિક નકશા સ્વરૂપે સમજવામાં આવે છે પરંતુ તેની સાથે તેનો કોઈપણ પ્રકારનો મેળ મળતો નથી. તેથી અત્યારની નવી પેઢીના યુવાનો અને બુદ્ધિશાળીઓના મગજમાં વિવિધ તર્ક-વિતર્ક થાય છે, અને તેઓ વિવિધ પ્રકારના પ્રશ્નો કરે છે. એટલું જ નહિ કેટલાક બુદ્ધિશાળી જૈન શ્રાવકો, જૈન વિજ્ઞાનીઓ અને જૈન સાધુઓને સુદ્ધાં જૈન ભૂગોળ-ખગોળ પ્રત્યે અશ્રદ્ધા પેદા થવા લાગી છે. તો બીજી તરફ વિચિત્રતા તો એ છે કે જેન ભૂગોળ-ખગોળ અંગેનો અભ્યાસ-અધ્યયન આજે પણ જૈન સાધુ-સાધ્વી સમુદાય તથા શ્રાવક-શ્રાવિકા સમુદાયમાં કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહિ પરદેશમાં પણ તેનું અધ્યયન અને સંશોધન કરવામાં આવે છે. બેલ્જિયમના એક વિદ્વાન ફ્રેંક વાન ડેન બો શે (Frank Van Den Bossche) હરિભદ્રસૂરિકૃત જંબુદ્વીપ-લઘુસંગ્રહણી” નામના ગ્રંથનું પ્રભાનન્દસૂરિકૃત ટીકા સહિત સંપાદન અને અનુવાદ કરેલ છે. આ ગ્રંથ “Elements of Jain Geography” નામથી મોતીલાલ બનારસીદાસ, દિલ્હી તરફથી ૨૦૦૭માં પ્રકાશિત થયેલ છે.