________________
(44)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? તદન સાચું જ છે. જૈન ભુગોળ-ખગોળ અને વિજ્ઞાન વિરોધાભાસી નથી. જે ન ભૂગોળ – ખગોળમાં બ્રહ્માંડને સાંખ્યિકી રીતે રજૂ કરેલ છે માટે પૃથ્વીને સ્થિર, સપાટ અને સીધી બતાવેલ છે. જેમ સંખ્યાશાસ્ત્ર પ્રમાણે ચાર્ટમાં આપણે ચૂંટણી વખતે વિવિધ રાજકીય પક્ષોની ટકાવારી જોઈએ છીએ, જેમાં જાત જાતના માણસો અને અલગ અલગ રાજ્યના માણસોમાં ભેદ રખાતો નથી. તે જ પ્રકારનું આ ચિત્ર છે. હજારો વર્ષ પહેલાં આપણા આચાર્ય ભગવંતોનું સંખ્યાશાસ્ત્ર રીતે વસ્તુ કે બ્રહ્માંડ કેવી રીતે દર્શાવી શકાય તેનું જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું છે. જેનોએ આધુનિક ખગોળ વિજ્ઞાનને અસત્ય સિદ્ધ કરવાની જરૂર જ નથી. જો જૈનો આ સમજે તો જેન ભૂગોળ-ખગોળ. બહુ જ વિશ્વસ્તરે વિજ્ઞાનની બીજી આવૃત્તિ તરીકે બહાર આવે.
- જેમ બીજગાણિતિક સમીકરણ એક રીતે રજૂ થાય છે, ax+by+c=0, ax: +bx+c=0, ax”+bx +cx+d=0, etc. આ જ વાત ભૂમિતિની દૃષ્ટિએ સુરેખા કે કોઈક પ્રકારના વક્રો જેવા કે વલયાકાર અર્થાત્ વર્તુળ, દીર્ઘ વર્તુળ, પરવલય કે અતિપરવલય છે. આ રીતે બીજગણિત અને ભૂમિતિ એક જ છે. તે પ્રમાણે આધુનિક વિજ્ઞાન અને જૈન ભૂગોળ-ખગોળ એક જ છે. હું ડૉ. જીવરાજ જૈનના કાર્યથી જૈન ભૂગોળ ખગોળ સમજ્યો છું તેથી તેમને આ કાર્ય માટે અભિનંદન આપું છું. અને તે સમજવા માટે આ.શ્રીનંદિઘોષસૂરિજીનું પુસ્તક ખૂબ જ ચીવટપૂર્વક સમજવા પ્રયત્ન કર્યો અને તથ્ય સમજાયું. અન્યથા કેટલાય વર્ષો થી જૈન આચાર્યો અને આ માટે અભિપ્રાય આપવા આગ્રહ કરતા હતા પણ મને સમય જ મળતો નહોતો. બીજું કે વિજ્ઞાન તો સાચું છે, જૈન ભૂગોળ-ખગોળ પણ એટલા જ સાચા છે, જો તેને સાંખ્યિકી સ્વરૂપમાં સમજે તો. વિજ્ઞાન પ્રમાણે પૃથ્વી ગોળ છે, ધરી પર ફરે છે અને વાંકી છે. જ્યારે સાંખ્યિકી રીતે પૃથ્વી સપાટ છે, સ્થિર છે અને સીધી લઈ શકાય. આ બંને ચિત્રો વચ્ચે કાંઈ પણ વિરોધ નથી.