________________
(43)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
વખતની નિરૂપણ શૈલીને સમજવી આવશ્યક છે. જો આ સમજાય તો જૈન ભૂગોળ-ખગોળ અંગેનું નિરૂપણ સાચું ઠરે. આ બાબત જ આ સંશોધનનો મુખ્ય મુદ્દો છે, હાર્દ છે.
ડૉ. જીવરાજ જૈને આ પદ્ધતિ સમજવા ભરપૂર પ્રયત્ન કર્યો છે અને તેઓ કાંઈક અંશે સફળ થયા છે. માટે શ્રી નંદિઘોષસૂરિજી ડૉ. જીવરાજ જૈનના સંશોધનને જૈન સમાજ સમક્ષ મૂકવા તૈયાર થયા છે. જૈન પરંપરામાં ભૂગોળ-ખગોળ અંગે અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે. ડૉ. જીવરાજ જૈને જૈન ભૂગોળ-ખગોળ સમક્ષ ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કર્યો છે. અને આધુનિક વિજ્ઞાનની માન્યતાઓનું ખંડન કર્યા વગર જ જૈન આગમોમાં પ્રતિપાદિત અવધારણાઓને સત્ય સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તેઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લોક અર્થાત્ જૈન બ્રહ્માંડના વિષયમાં ઉત્તરકાલીન મહાન આચાર્યોએ જે ચિત્રો જૈન આગમો અને અન્ય પ્રકરણ સાહિત્યમાં ચિત્રાંકિત કરાવ્યા છે તે તેમની બુદ્ધિ પ્રતિભાનાં સૂચક છે. આ ચિત્રોમાં ક્યાંય કોઈ ત્રુટિ કે ભૂલ નથી. આ પ્રકારનાં ચિત્રોનો આધાર અને હેતુ શું? તેની સાંકેતિક ભાષા ઉકેલવા માટે ડૉ. જૈને ખૂબ પરિશ્રમ લીધો છે. જૈન ભૂગોળ-ખગોળ પૂ. મહારાજશ્રી પણ માટે એક કૂટપ્રશ્ન સમાન હતી. ડૉ. જૈને રજૂ કરેલ વિચારસરણી આચાર્યશ્રીને ખૂબ જ પસંદ પડી છે. તે અંગે તેઓએ ત્રીજા પ્રકરણમાં વિગતે વાત કરી છે, જે તદ્દન વૈજ્ઞાનિક છે.
મેં ડૉ. જીવરાજ જૈનનું સંશોધન વાંચ્યું છે અને સાંખ્યિકી રીતે તેમણે જે મહાવીરસ્વામી અને પ્રાચીન આચાર્યોએ બ્રહ્માંડનું ચિત્ર રજૂ કર્યું છે તે બરાબર છે. તે આધુનિક વિજ્ઞાનની સાથે જરા પણ સંઘર્ષમાં નથી કારણ કે તે સાંખ્યિકી ચિત્ર છે. તેમાં પૃથ્વી ગોળ નથી, ફરતી નથી, ઢળેલી નથી તેના વિરોધમાં વિજ્ઞાનને કાંઈ જ કહેવાનું નથી. આધુનિક વિજ્ઞાન એક રીતે વર્ણન કરે છે, જ્યારે જૈન ભૂગોળ-ખગોળ તેનું સાંખ્યિકીના સ્વરૂપે નવા જ પરિપ્રેક્ષ્યમાં વર્ણન કરે છે, જે