________________
148
પરિશિષ્ટ-૧ આવે છે, એટલું જ નહિ, સર્ન જેવી પ્રયોગશાળામાં ક્યારેક કોઈક પ્રયોગમાં લગભગ પ્રકાશ જેટલી ગતિએ કણોને એકબીજા સાથે અથડાવવામાં આવે છે. પરંતુ કુદરતી રીતે આટલો વેગ મેળવવો લગભગ અશક્ય છે. તેથી પ્રકાશની ગતિ અંગેની વાત આવે ત્યાં સૈદ્ધાંતિક અને ગાણિતિક સમીકરણો દ્વારા જ પરિણામ મેળવવામાં આવે છે.
બ્લેક-હૉલના વર્ણનમાં અને ગાણિતિક સમીકરણો દ્વારા ગ્રાફિક પદ્ધતિએ સમચક્ષિતિજ દર્શાવવામાં આવે છે. આ જગ્યાએ સમય સ્થિર થઈ જાય છે અને તે ઓળંગી જવાય તો તેની પેલી તરફના વિસ્તારમાં સમય અહીં કરતાં વિરૂદ્ધ રીતે પસાર થતો અનુભવાય છે. સામાન્ય રીતે સાહિત્યની પરિભાષામાં એમ કહેવાય છે કે તમે એકની એક નદીમાં ક્યારેય બે વખત પગ ધોઈ શકતા નથી. આનો અર્થ એ થાય છે કે જ્યારે તમે ફરીવાર પગ ધોવા પ્રયત્ન કરો છો ત્યારે કાં તો પાણી બદલાઈ જાય અને કદાચ પાણી તેનું જ રાખવા પ્રયત્ન કરો તો સ્થાન કિનારો સ્થળ બદલાઈ જાય છે, મતલબ કે એક સમાન પરિસ્થિતિ ક્યારેય હોતી નથી. માટે જ સામાન્ય ભૌતિકશાસ્ત્રમાં એકસાથે (Simulteniously) શબ્દ 21420L edl ten. (Time has always positive direction.) સમયને માત્ર એક જ દિશા તરફની ગતિ હોય છે. આમ છતાં ખભૌતિકશાસ્ત્રમાં પ્રતિવિશ્વમાં બનતી ઘટનાઓ અંગે એવું કહેવાય છે કે આપણા વિશ્વમાં જે કાંઈ પરિવર્તન થાય તેવું જ પરિવર્તન, તેનાથી વિરૂદ્ધ દિશાવાળું પરિવર્તન પ્રતિવિશ્વમાં તે જ ક્ષણે થાય છે. વર્તમાન વિશ્વ(Universe)માં થતા પરિવર્તનનો સંદેશ તે જ ક્ષણે
ત્યાં અર્થાત્ પ્રતિવિશ્વ(Anti-universe)માં કઈ રીતે પહોંચે છે અને તે પ્રમાણે ત્યાં તે જ ક્ષણે પરિવર્તન કઈ રીતે થાય છે, તે વર્તમાન ભૌતિકશાસ્ત્ર માટે મહત્ત્વનો કોયડો છે. કારણ કે સામાન્ય રીતે આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતનો નિયમ છે કે No signals are faster then light.