________________
પરિશિષ્ટ-૧
147
પરિશિષ્ટ-૧ વિશ્વ (Universe) અને પ્રતિવિશ્વ (Anti-universe) :
એક સ્પષ્ટતા
છેલ્લા સૈકામાં વિજ્ઞાનમાં અઢળક સંશોધન થયાં છે. તેમાં કેટલાક માત્ર સૈદ્ધાંતિક છે, પ્રાયોગિક નથી. તેમાંનું એક સંશોધન શ્યામગર્ત અર્થાત્ બ્લેક-હૉલ છે. આમ જોવા જઈએ તો આ વિષય સમગ્રપણે સૈદ્ધાંતિક તથા ગાણિતિક છે. અને તેનો આધાર મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત અને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત છે. વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત પ્રમાણે જેમ જેમ પદાર્થની ગતિ વધતી જાય તેમ તેમ તેની લંબાઈ ઘટે છે અને દ્રવ્યમાન વધે છે. એ સાથે સમય પણ ધીમો પસાર થાય છે. હવે જો પદાર્થની ગતિ પ્રકાશની ગતિ જેટલી થઈ જાય તો શું થાય? તેની ગાણિતિક સમીકરણોના આધારે કલ્પના કરવામાં આવી છે.
L) = L, V1-VP / c
AT = AT V1-V | c?
ઉપર બતાવેલ સમીકરણો પ્રમાણે, જ્યારે પદાર્થની ગતિ પ્રકાશ જેટલી થાય, ત્યારે પદાર્થનું કદ અથવા લંબાઈ શૂન્ય થઈ જાય છે અને દ્રવ્યમાન અનંત થાય છે. ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે જેમ જેમ દ્રવ્યમાન વધે તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ વધે છે. જો દ્રવ્યમાન અનંત થાય તો ગુરુત્વાકર્ષણ પણ અનંત થાય છે, તો તે પદાર્થ શ્યામ-ગર્તમાં પરિવર્તિત થઈ જાય છે. તે સાથે સમય તેના માટે સ્થિર થઈ જાય છે.
| સામાન્ય રીતે વાસ્તવિક જગતમાં અર્થાત્ વર્તમાન વિશ્વમાં કોઈપણ પદાર્થની ગતિ પ્રાયોગિક રીતે બહુ વધારી શકાતી નથી. અલબત્ત, વૈચારિક પ્રયોગમાં એ પ્રમાણે કલ્પના કરવામાં