________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
145 કરવામાં આવે તો વેક્રિય શરીર ધરાવતા દેવોની સાથે પણ સંપર્ક કરી શકાય છે.
વળી આ ચાર્ટ દ્વારા અત્યાર સુધી અજ્ઞાત એવી ઘણી વિશેષતાઓ, લક્ષણો, રહસ્યો ખુલ્લા થશે. જૈન વિશ્વવિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર અંગેની વિભાવનાઓ તાર્કિક અને સત્ય લાગે તેવી છે અને આગળ સંશોધન માટે ઉપયોગી બને તેવી છે. ઘણી તકલીફો હોવા છતાં આધુનિક અને પ્રાચીન વિભાવનાઓની સરખામણી વિશ્વવિજ્ઞાનને સમજવા માટે ઉપયોગી છે. પ્રાંતે, એવી આશા રાખીએ છીએ કે આ સંશોધન ઉપર દર્શાવેલ સજીવ અને પુદ્ગલ સંબંધી નવા વિષયો અંગે આગળ. વધુ સંશોધન કરવાની પ્રેરણા આપશે અને સાથે સાથે વર્તમાન સંશોધકોને સાચી દિશા બતાવશે. આ સંશોધન બ્રહ્માંડ અંગેની સંપૂર્ણ સમજ કેળવવામાં ઘણી ઝડપ લાવશે. આ સિવાય ડૉ. જીવરાજ જેને તેમના પુસ્તકમાં અન્ય ઘણી માહિતી તથા જૈન ભૂગોળ-ખગોળ અને વિશ્વસંરચના અંગે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. એટલું જ નહિ પણ દરેકના યથાયોગ્ય ઉત્તર પણ આપી આપણી જિજ્ઞાસાને તૃપ્ત કરી છે, પરંતુ આ બધી ચર્ચા ઉચ્ચકક્ષાની વૈજ્ઞાનિક ચર્ચા છે અને તે માત્ર વિજ્ઞાનીઓ પુરતી જ મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય મનુષ્યને માટે તે તદ્દન બિનઉપયોગી છે. વળી તે સમજવા માટે થોડીક વિજ્ઞાનની પૂર્વભૂમિકા આવશ્યક છે, તે જો ન હોય તો વાચકને ક્રાળો જ આવે. તે કારણથી પ્રસ્તુત પુસ્તકમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી.
આગળ રજૂ કરવામાં આવેલ દરેક પ્રશ્ન ઉપર ડૉ. જીવરાજ જેને