________________
144
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? સફળ થશે નહિ. અને લોકના ચાર્ટના સ્વરૂપથી અજ્ઞાત હોવાનું સિદ્ધ થશે. જો વિજ્ઞાનીઓ આ બાબતે ચર્ચા કરવાની થોડી હિંમત દાખવશે અને પોતાની કેટલીક રૂઢ માન્યતાઓ છોડવા તૈયાર થશે તો આપણને પ્રાચીન પદ્ધતિના લોકના સ્વરૂપમાં વૈજ્ઞાનિકતાના અવશ્ય દર્શન થશે. પ્રાચીન કાળના મહર્ષિઓએ દર્શાવેલ લોકનું સ્વરૂપ અર્થાત્ ચાર્ટ એવા અદ્ભુત છે કે આપણને એક જ નજરમાં આ સમગ્ર બ્રહ્માંડમાં રહેલ સર્વ પદાર્થના ભિન્ન ભિન્ન પ્રકાર સહિત, બધી જ અવસ્થા, લાક્ષણિકતાઓ સંબંધી પરિમાણાત્મક અને ગુણાત્મક સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં DNA અને RNA ન હોય તેવા સજીવ પદાર્થ સંબંધી શરીરના અસ્તિત્વ અંગે પણ સૂચન કરે છે. પાણી અંગેના જાપાનીઝ વિજ્ઞાની ડૉ. મસારુ ઈમોટોના છેલ્લા સંશોધનોએ સાબિત કર્યું છે કે કાર્બન રહિત પદાર્થમાંથી બનેલ શરીરવાળા સજીવ પદાર્થો પણ છે.
Compassion
Thank you
Wisdom
Heavy Metal I will kill you
Music
You fool
Water before & after Buddhist
prayer
ડૉ. મસારુ ઈમોટો અને પાણીને સજીવ સિદ્ધ કરતા
તેના પ્રયોગો
જો વેક્રિય વર્ગણા સંબંધી પરમાણુસમૂહની લાક્ષણિકતાઓ અંગે સંશોધન કરવામાં આવે અથવા તેનો વિશેષ અભ્યાસ