________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
141 જ્ઞાનની કક્ષા કરતાં પણ ઘણી વધુ અજ્ઞાત માહિતી અને લાક્ષણિકતાઓ સહિત સરળ રીતે આપવામાં આવી છે.
એ વાત પણ સ્વાભાવિક જ છે કે આધુનિક વિજ્ઞાનની આટલી સગવડ અને ઉપગ્રહો, વિવિધ પ્રકારના ટેલિસ્કોપ વગેરે સાધનોની સહાય હોવા છતાં આટલી વિશાળ માહિતી સામાન્ય મનુષ્યને ક્યારે પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તે જ રીતે ર૫૦૦ વર્ષ પૂર્વે આ વિશાળ બ્રહ્માંડ સંબંધી આ અસાધારણ માહિતી સામાન્ય મનુષ્ય કોઈપણ પ્રકારે પ્રાપ્ત કરી ન શકે અને સમજી શકાય તે રીતે રજૂ ન કરી શકે. તેથી આ મગજમાં ન બેસે તેવી માહિતી મેળવનાર અને સામાન્ય મનુષ્યને સમજાય તેવી સાદી અને સરળ રીતે રજૂ કરનાર કોઈ અસાધારણ બહુ જ જ્ઞાની અને સમર્થ મનુષ્ય જ હોઈ શકે. અને તેમને કેવળજ્ઞાની મહર્ષિ કે તીર્થંકર પરમાત્મા કહે છે. શું આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય એલિયન્સનું અસ્તિત્વ છે
ખરું ?
હાલમાં જ પ્રવૃત્ત એવા કેપ્લર મિશન અને ટ્રેક સમીકરણો દ્વારા પ્રબળ રીતે સૂચિત થયું છે કે એલિયન્સનું અસ્તિત્વ છે જ. પરંતુ આજ સુધી વિજ્ઞાનીઓ તેમની સાથે સંપર્ક કરી શક્યા નથી. તો પણ માનવસભ્યતા આ સમગ્ર બ્રહ્માંડમાં અત્રતત્ર છૂટીછવાયી અસ્તિત્વ ધરાવે છે. અને તે લોકના સ્વરૂપમાં જંબુદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરવાર અર્ધ દ્વીપમાં દર્શાવેલ મનુષ્ય ક્ષેત્ર દ્વારા નિર્દિષ્ટ છે.