________________
140
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ભેગું થઈ અખંડ બની શકે છે. આ પ્રકારનું વેક્રિય શરીર દેવો અને નારકને જન્મથી પ્રાપ્ત થાય છે તો મનુષ્યને વિશિષ્ટ પ્રકારની સાધનાથી પ્રાપ્ત થાય છે.
લોકના સાંખ્યિકી પદ્ધતિના ચાર્ટનું અર્થઘટન કરતી વખતે નીચે બાબતોનો ખ્યાલ રાખવો : સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત સજીવ અને અજીવ પદાર્થોને તેની અવસ્થા, કક્ષા અને પ્રકાર અનુસાર ચોક્કસ સ્કેલ-માપમાં સામૂહિક રીતે વલયાકારમાં કે પટ્ટી ચાર્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
આ પ્રકારના ચાર્ટ અથવા પિક્ટોગ્રાફમાં કોઈપણ પદાર્થો વચ્ચેના ચોક્કસ અંતર બતાવવામાં આવતા નથી.
આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ આ વિશાળ બ્રહ્માંડમાં વિવિધ પ્રકારના જીવો અને અજીવ પદાર્થો વિવિધ પ્રકારની અવસ્થામાં સમગ્ર બ્રહ્માંડમાં બહુ જ દૂર સુધી છૂટાછવાયા વ્યાપ્ત છે. અત્યારે વર્તમાનમાં પ્રચલિત કોઈપણ જાતના ભૌગોલિક નકશા દ્વારા તેઓના સ્થાન દર્શાવવા અથવા સમજાવવા અશક્ય છે. પ્રાચીન કાળના ત્રષિઓએ સાદી છતાં પરિમાણાત્મક ભાષામાં સુંદર રીતે ચિત્રિત એવા પિક્ટોગ્રાફ દ્વારા આ વિશાળ બ્રહ્માંડમાં આવેલ સઘળા પદાર્થોને પ્રતિકાત્મક રીતે આપણે સમજ પડે તે રીતે દર્શાવ્યા છે.
એકસરખા પ્રમાણમાં પ્રદર્શનના પદાર્થ સ્વરૂપે એક જ નજરે ખ્યાલ આવી જાય તે રીતે આ વિશાળ બ્રહ્માંડમાં રહેલા બધા જ પ્રકારના સજીવ અને અજીવ પદાર્થોની સઘળી માહિતી આપી દીધી છે. આ પદ્ધતિમાં વર્તમાનમાં આપણા