SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 118 શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? હોય છે અને પોતે જ જાય છે. તે માત્ર જડ શરીર ન હોતાં, ચૈતન્યયુક્ત મતલબ આત્મપ્રદેશસહિત હોય છે. જ્યોતિષ્ક દેવો અંગે આધુનિક પરિભાષામાં એમ કહી શકાય કે તેઓના શરીર પ્લાઝમા પદાર્થના બનેલ હોય છે અને તે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ટૂંકમાં, જ્યોતિષ્ક વિમાન તો પ્રકાશ ઉત્સર્જિત કરનાર સૂર્ય અથવા તારા સ્વરૂપ એક પદાર્થ છે. સૈદ્ધાંતિક રીતે તે પ્લાઝમા અવસ્થાના દ્રવ્યના પિંડ સ્વરૂપ છે. આ જ્યોતિષ્ક વિમાનની ગતિ બતાવવી અથવા તેનું સ્થાન બતાવવું સાંખ્યિકી પદ્ધતિની મર્યાદા બહાર છે. મતલબ કે તેનું કાર્યક્ષેત્ર નથી. વૈક્રિય વર્ગણા અંગે વિજ્ઞાન પાસે કોઈ માહિતી નથી. આમ છતાં તેના અસ્તિત્વનો નિષેધ કરી શકાય તેમ નથી. ટૂંકમાં, દેવગતિના જીવોના અસ્તિત્વનો નિષેધ થઈ શકે તેમ નથી.
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy