________________
116
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? પરિસ્થિતિઓ અર્થાત્ આરાને નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યાં આરાની વ્યવસ્થા નથી ત્યાં એવી કલ્પના કરી શકાય કે તે પૃથ્વીની ધરી કોઈપણ બાજુ નમેલી નહિ હોય. અર્થાત્ મહાવિદેહ કે યુગલિક ક્ષેત્ર સ્વરૂપ પૃથ્વીની ધરી બિલકુલ ૯૦ અંશના કાટખૂણે હશે. અને ક્યાં
ક્યાં કઈ કઈ પૃથ્વી ઉપર અર્થાત્ ક્ષેત્રમાં કેવો કેવો આરો ચાલે છે તેની સૂચના આ ચાર્ટ દ્વારા પ્રાપ્ત થાય છે. જેમ કે મહાવિદેહની ૩ર વિજયમાં હંમેશા માટે ચોથા આરાની પરિસ્થિતિ હોય છે.
૯. અન્યલોક : અદશ્ય લોકમાં રહેનાર તથા ભૂગર્ભમાં રહેનાર જીવોના ક્ષેત્રને પણ વર્ગીકૃત કરીને લોકના ચાર્ટમાં દર્શાવેલ છે. આ ચાર્ટમાં આ જીવોના નિવાસસ્થાનને ઉપર અને નીચે દર્શાવેલ હોવાથી ઉદ્ગલોક અને અધોલોક નામ આપવામાં આવ્યું છે. તેને ભૌગોલિક સ્થાનના સ્વરૂપમાં સમજવું નહિ.
આ માહિતી બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને તે પણ ખાસ કરીને આજના વિજ્ઞાનીઓ માટે. પરંતુ આ દેવ અને નારકને જે રીતે ચાર્ટમાં બતાવ્યા છે તે રીતે ઉપર નીચે સમજવાના નથી. સાંખ્યિકી પદ્ધતિના કારણે જ તેમને તે રીતે દર્શાવ્યા છે. પરંતુ તે તેઓનું વાસ્તવિક ભૌગોલિક સ્થાન નથી. માત્ર ભિન્ન ભિન્ન પ્રકાર હોવાથી તેમનું અંતર સાંખ્યિકી અંતર છે, વાસ્તવિક નહિ. તેનો મતલબ એટલો જ કે તે દેવ કે નારકના જીવો બ્રહ્માંડમાં વર્તમાન પૃથ્વીથી ચત્ર તત્ર ઉપર નીચે આજુબાજુ કોઈ પણ દિશામાં હોઈ શકે છે. તેમાં શાસ્ત્રોને કોઈ બાધ નથી.