________________
'લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
113 દર્શાવ્યા છે. ૬. નદીઓ : દરેક ક્ષેત્રમાં બે મુખ્ય નદીઓ બતાવી છે. જે તે
ક્ષેત્રના વર્ષધર પર્વતમાંથી નીકળી લવણ સમુદ્રમાં ભળે છે. ફક્ત મહાવિદેહમાંની બત્રીસ વિજયની અંતરંગ નદીઓ મુખ્ય એવી સીતા કે સીતાદા નદીને મળે છે અને તે નદી લવણ સમુદ્રને મળે છે. આ વ્યવસ્થાને ભૌગોલિક સ્વરૂપમાં લેવાની નથી. તેટલો વિવેક રાખવો. સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે આ વર્ણન બિલકુલ સાચું છે. એ વાત તો નક્કી જ છે કે આ ક્ષેત્રગત નદીઓ વાસ્તવિક નદીઓ તો નથી જ. આપણી ભૌગોલિક પૃથ્વી ઉપર કોઈપણ નદી આ રીતે સીધી પંક્તિમાં વહેતી જ નથી. અને સાંખ્યિકી પદ્ધતિમાં દરેક ક્ષેત્રની બધી જ નદી ઓને સામૂહિક રીતે ફક્ત બે જ નદીના ભૌમિતિક આકારના સ્વરૂપમાં બતાવવામાં આવે છે. આ નદીઓના નામ સ્થાપના નિક્ષેપ તરીકે રાખવાથી યાદ રાખવા સરળ રહે છે. તેનો વિસ્તાર સ્વાભાવિક રીતે જ ત્યાંની કોઈપણ ભૌગોલિક નદીના વિસ્તાર કરતાં મોટો જ હશે. મહાવિદેહની અંતરંગ નદીઓ તો તેના કરતાં પણ વિશિષ્ટ પ્રકારે બતાવી છે, તેની ચર્ચા અહીં કરતા નથી. આ નદીઓના ઉદ્ગમ સ્થાન તરીકે જે તે ક્ષેત્રના વર્ષધર પર્વત ઉપરના લંબચોરસ આકારના સરોવરને જ કલાત્મક રીતે દર્શાવ્યું છે.
૭. સમુદ્ર : સંપૂર્ણ થાળી જેવા ગોળ જંબૂદ્વીપને વલયાકાર
લવણ સમુદ્ર દ્વારા વેષ્ટિત બતાવ્યો છે. લવણ સમુદ્ર અને જંબુદ્વીપની વચ્ચે એક કલાત્મક દિવાલ બતાવી છે. કહેવાય છે કે આ દિવાલ અર્થાત્ જગતી લવણ સમુદ્રના પાણીને જંબુદ્વીપમાં પ્રવેશ કરતું અટકાવે છે.