________________
112
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ૪. પરસ્પરનું અંતર : પરંપરા અનુસાર ભરતક્ષેત્ર, હિમવાન
પર્વત વગેરે ક્ષેત્ર અને પર્વતો એકબીજા સાથે જોડાયેલ બતાવ્યા છે. મહાવિદેહ ક્ષેત્ર ભરતક્ષેત્રથી ૪૦૦૦૦ ચોજન દૂર બતાવ્યું છે. શાસ્ત્રીય દૃષ્ટિએ ક્ષેત્ર અને પર્વત જોડાયેલ છે તે બરાબર હોવા છતાં પરસ્પર એકબીજાથી હજારો પ્રકાશવર્ષ દૂર છે. સાંખ્યિકી પદ્ધતિમાં એક સરખી પૃથ્વીને એકસાથે જ બતાવવામાં આવે છે અને તેમાં એકબીજાથી ભૌગોલિક અંતર બતાવી શકાતું નથી. અન્ય પૃથ્વીઓ ગમે તેટલી નજીક હોય કે દૂર હોય પરંતુ એકબીજા સાથે જોડાયેલી તો
નથી જ. ૫. પર્વત : પરંપરા અનુસાર બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર
પર્વત બતાવેલ છે, જે બંને ક્ષેત્રને અલગ કરે છે. વળી દરેક પર્વત પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવે છે અને પ્રાય: ભૌમિતિક લંબચોરસ આકારમાં છે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેલી વિજયને અલગ કરવા માટે પણ આ પ્રકારે પર્વતોની યોજના કરી છે. તે રીતે દરેક ક્ષેત્ર અથવા વિજયના બે ભાગ કરતા વૈતાઢ્ય પર્વતની યોજના કરી છે. સાંખ્યિકી પદ્ધતિ અનુસાર દરેક માનવ-પૃથ્વીને એક સપાટ ક્ષેત્ર તરીકે બતાવી છે. તે જ રીતે એની ઉપર રહેલ પર્વતોને ભૌમિતિક આકારમાં બતાવવા જોઈએ. જો તે પર્વતો અને નદીઓને વાસ્તવિક આકારમાં જે તે પૃથ્વી ઉપર જ બતાવવામાં આવે તો યોગ્ય ન કહેવાય. આપણે જાણીએ છીએ કે દરેક પર્વત વાંકાચૂકા અને ગમે તે દિશામાં ફેલાયેલ હોય છે. આમ છતાં તેને તે જ આકારમાં દર્શાવવું સાંખ્યિકી પદ્ધતિના કાર્યક્ષેત્રમાં આવતું નથી તથા તે પ્રમાણે કરવું યોગ્ય ન હોવાથી જે તે ક્ષેત્રમાં રહેલ પર્વતોને બુદ્ધિપૂર્વક સામૂહિક રીતે એક સાથે બે ક્ષેત્રને અલગ કરતા પર્વત તરીકે