SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 100 શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જૈન ધર્મગ્રંથોમાં આવતું જંબૂદ્વીપના ઉત્તર વિભાગનું વર્ણન આ વાતની સાક્ષી પૂરે છે કે મેરૂ પર્વતની ઉત્તરે આવેલ ઐરવત ક્ષેત્ર તે આપણી વર્તમાન પૃથ્વીના પ્રતિબિંબ જેવું જ છે. અહીં જેવી પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ ઐરવત ક્ષેત્રમાં છે. ત્યાં પણ પાંચમો આરો જ ચાલે છે અને છેલ્લા તીર્થંકરનું જ શાસન ચાલે છે અને ત્યાં પણ ભગવાનના નિર્વાણના ૨૫૪૫ વર્ષ પસાર થઈ ગયાં છે. પરમાત્માએ આ રીતે પ્રતિવિશ્વની વાત પણ સાંકેતિક સ્વરૂપમાં દર્શાવી દીધી છે પરંતુ આપણને તે સાંકેતિક ભાષા ઉકેલતાં આવડતી નથી માટે તેનાં રહસ્યો આપણને પ્રાપ્ત થતાં નથી. આ પ્રતિવિશ્વ (Anti-universe) માત્ર જંબુદ્વીપ પૂરતું જ મર્યાદિત નથી, તે એથી ય આગળ અઢી દ્વીપ, તિર્આલોક, સાત નારક અને બાર દેવલોક, નવ ત્રૈવેયક અને પાંચ અનુત્તર સુધી વિસ્તરેલ છે. આ રીતે જૈનદર્શનમાં આધુનિક વિજ્ઞાને દર્શાવેલા પ્રતિવિશ્વ(Anti-universe)ની વાત છે. આ મારું અનુમાન અથવા કલ્પના છે. ડૉ. જીવરાજ જૈન પણ આ વાતમાં સંમત છે. તેઓ પણ આ અંગે આગળ સંશોધન કરશે. ale
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy