________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ત્રણે સમપંક્તિમાં હોય તો પૃથ્વીના પડછાયામાં ચંદ્ર આવે છે તેથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો નથી પરિણામે તે દેખાતો નથી. તેને ચંદ્રગ્રહણ કહે છે. જો કે ચંદ્રગ્રહણમાં ચંદ્ર ઢંકાઈ જવા છતાં ઝાંખો ઝાંખો દેખાય છે. જો રાહુનું વિમાન ચંદ્રગ્રહણનું કારણ હોય તો તે બિલકુલ દેખાવો ન જોઈએ. ઝાંખો ઝાંખો ચંદ્ર દેખાય છે તો શું રાહુનો ગ્રહ અથવા જૈન દર્શન અનુસાર રાહુનું વિમાન અર્ધપારદર્શક છે ? આ રીતે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણમાં જ્યોતિષશાસ્ત્રનો રાહુ કે જૈનદર્શનનો પર્વ રાહુ કારણ નથી.
46
ચંદ્રની કળાઓ દરમિયાન અને ચંદ્રગ્રહણ દરમિયાન ઝાંખો ઝાંખો દેખાતો ચંદ્રનો અપ્રકાશિત ભાગ.
૫. બીજો એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે વર્તમાનમાં સંદેશા વ્યવહાર માટે વિજ્ઞાનીઓ પૃથ્વીથી ૩૬૦૦૦ કિલોમીટર ઊંચે કૃત્રિમ ઉપગ્રહ ગોઠવે છે. જેની ભ્રમણકક્ષાને ભૂસ્થિર(Geo-stationary orbit) ભ્રમણકક્ષા કહે છે. આ ભ્રમણકક્ષામાં ગોઠવેલ ઉપગ્રહ પૃથ્વીની ગતિ સાથે તાલ મેળવીને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, તેથી તે ઉપગ્રહ કાયમને માટે જે તે એક શહેર કે અક્ષાંશ-રેખાંશની બરાબર ઉપર રહે છે. જેથી આપણને તે સ્થિર હોય તેવો ભ્રમ થાય છે. અલબત્ત, કોઈપણ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે ત્યારે તે માટે કોઈ બાહ્ય