________________
15
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
ભાગ ધીરે ધીરે પૃથ્વી સન્મુખ આવતો જાય છે. સુદ આઠમના દિવસે ચંદ્રનો અડધો ભાગ પ્રકાશિત ભાગ પૃથ્વી સન્મુખ આવે છે, જ્યારે પૂનમના દિવસે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે તેથી ચંદ્રનો પ્રકાશિત ભાગ સંપૂર્ણપણે પૃથ્વી સન્મુખ આવે છે. તેથી પૂનમનો ચંદ્ર સંપૂર્ણપણે દેખાય છે. વદ પખવાડિયામાં આનાથી ઉલટું બને છે. જે આ સાથે આપેલ ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકાશે. પ્રત્યક્ષ અનુભવમાં ચંદ્રની કળાઓ દરમ્યાન ચંદ્રના પ્રકાશિત ભાગની સાથે સાથે અપ્રકાશિત ભાગ પણ ઝાંખો ઝાંખો દેખાય છે. જો જૈન દર્શન અનુસાર નિત્ય રાહુના કારણે ચંદ્રની કળાઓ થતી હોય તો, તો શું નિત્ય રાહુનું વિમાન અર્ધપારદર્શક છે ?
Waning Crescent
Third Quarter
Waning Gibbous
View from Earth
Now
Full
Waxing Crescent
First Quarter
Waxing Gibbous
અમાસના દિવસે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે જો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકજ પંક્તિમાં આવે તો સૂર્યગ્રહણ થાય છે, તેમાં ચંદ્ર દ્વારા સૂર્ય ઢંકાય જાય છે. જો ચંદ્ર સૂર્યથી નજીક હોય તો કંકણાકૃતિ સૂર્યગ્રહણ થાય છે. અને જો ચંદ્ર પૃથ્વીથી નજીક હોય તો સૂર્ય સંપૂર્ણપણે ઢંકાય જાય તો સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. પૂનમની રાત્રે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે જો