________________
શેતરંજ નો દાવ
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : અરે વાહ કર્નલ ટૉમસન સાહેબ, આપ તો જુદી જુદી જબાન
પણ બોલી શકો છો, એમાં ગુજરાતી, મારવાડી પણ બોલો
છો. કર્નલ : મહારાજા હોલ્કર સાહેબ, બેપાર કરવો હોય તો દેશ દેશની
જબાન જાણવી જ જોઈએ. હું અહમદાબાદની કૅમ્પમાં હતો
ત્યાં થોડું થોડું ગુજરાતી હુએ સીખી લીધો. મહારાજા : હું સીખી ગયો. યા તો મેં સીખી લીધું, એમ કહો. કર્નલ : થેંક્સ ! થેંક્સ, આપ મારા ભાષાના ગુરુ એટલે આપને
આપવાની આ બૉટલ દ દ દકિસના... ભેટ-ઇનામ (હીહી) મહારાજા : પરઝન્ટ, (હી હી) દક્ષિણા ! કર્નલ : યસ, યસ, પ્રેઝન્ટ. મહારાજા : ઉધર રખો. હાં-તો યે સ્કૉચ હે. કર્નલ : આજ યે ચક્કો, હમારા મુલકમેં સ્કોટલેન્ડ નામે એક રિયાસત
છે. તીધર આ સ્કૉચ-વિસ્કી બનતા હે, આજ એની લિજ્જત ચાખો.
હમારો ખ્યાલ એવો છે કે આપ આપના કેદખાનામાં પહેરેજ રાખો. ઓર ભારે દેખરેખ રાખો. ચાલાક છે. કભી ભગ ન
જાય, આપની હદમાંથી પકડ્યો છે. મહારાજા : નહીં નહીં, એમ તો બને જ નહીં. અરે કૌન છે. જાઓ
નીચે, ઓર સાબકા યદી કુ લઈ આઓ. હાં - અમારે ત્યાં ભોંયરા છે. એને ભોંયરામાં દાટી દઈશું. ખાવાનું આપ્યા
કરીશું, ન સૂરજ, ન કોઈ સંબંધ, ફક્ત હવા, હવા જ. કર્નલ : ફેકટ થોરી થોરી હવા. હી હી હી, બસ, થોરા વખતમાં તો
એનો જોર ભાંગી જાશે. અને અને એ અરધો નબલો પન થઈ જાશે. (કેદીને લાવવામાં આવે છે. એટેન્શાનના અવાજ , સલામ અને સૈનિકનાં પગલાં)
ઠીક છે. ટુમ પહેરગીર ! અબ જરા દૂર ખડે રહો. મહારાજા : નહીં નહીં. કદીકુ અહીં રહેને દો. ઓર તુમ નીચે ખડે
રહો. હમારા મુલ્કમાંથી યા રાજમહાલથી કોઈ નાસી જઈ
શકતું જ નથી. શું નામ તારું ? અરે કૌન હે. ચોપદાર : જી. મહારાજા : અરે શેતરંજનું ટેબલ ગોઠવ્યું પણ શેતરંજના મહોરાં ક્યાં
છે ? જલ્દી લાવો, ઓર કર્નલ સાહબ ! એ આપકા કાચ
કયસા પીવાના હોતા હૈ, યે બતાવો. કર્નલ : આપ કયદી સાથે જરા વાત કરો, એટલે એની તૈયારી કરું છું. મહારાજા : કદી ? કેમ જવાબ નથી આપતા ? કેદી : આપે મને જવાબ આપવાનો મોકો જ ક્યાં આપ્યો હતો !
મારું નામ ઝવેરભાઈ. મહારાજા : ઝવેરભાઈ ! ક્યાંના છો ? નવજુવાન ! આ બળવામાં ભાગ
લો છો ?
મહારાજા : અચ્છા, અચ્છા, પણ આજ આપ એકદમ ગુજરાતી ભાષામાં
કેમ બોલવા માંડ્યા છો ? કર્નલ : રહસ્ય. સિક્રેટ–ભેદ. નીચે હું એક પ્રિસ્નર લાવ્યો છું, મહારાજા
હોલ્કર ! મહારાજા : પ્રિસનર–કયદી ! કર્નલ : કયદી. એ ગુજરાટી છે, જાલિમ છે, બાકી છે, ડેન્જરસ છે,
ચાલાક છે, હોશિયાર છે. મહારાજા : હો, હા, કહાં પકડા ? કર્નલ : યોર હાઇનેસ, જરા જોઈ લો-એને જ પૂછો. એ બેવફા છે.