________________
શેતરંજનો દાવ
; પાત્રો : ચોપદાર, મહારાજા, કર્નલ, ઝવેરભાઈ
(મહારાજા. હોલ્ડરનું દીવાનખાનું) ચોપદાર : જી, સરકાર ! અંગ્રેજ અફસરસાબ મિલનેક આ રહા હૈ... મહારાજા : અછા-પહેલાં અહીં શતરંજ કા ટેબલ બિઝાવો, ઔર કસુંબા
પીનકા ઇન્તઝામ કરો. (કર્નલ પ્રવેશે છે.) કર્નલ : નૉટ નેસેસરી યૉર હાઇનેસ અમેરા હિન્દી ગુજરાતી અચ્છા
નહીં, મગર મય થોરા થોરા બોલ સકતા હું. મહારાજા : ડઝન્ટ મૅટર, આઈએ, આઇએ કર્નલ સાબ, ગુડ ઇવનિંગ. કર્નલ : આપ તકલીફ મટ લો, દેખો યે બૉટલ, આપકુ પ્રેઝંટ. મહારાજા : થેંક્સ. હાં એ ક્યા ચીઝ હૈ ? કર્નલ : યે સ્કૉચ હે સ્કૉચ સ્કૉચ વિસ્કી આપ રખિયે ઔર ઇનકા
ટેસ્ટ કરીએ. આપકા કસુંબા મને બહુત પીયા હે. મહારાજા : હાં, યે તો સહી બાત હૈ. કર્નલ : નહીં, મને જોધપુર મેં ભી પીયા, જયપુરમેં ભી થરો થોરો
ચાખ્યો છે, અહમદાબાદમાં ભી કુછ ન કુછ પીધો છે, અને ઇન્દોરમાં..