________________
ભક્તજન વલ્લભભાઈ
૧પપ
૧૫૪
નવભારતના ભાગ્યવિધાતા પૃચ્છક : એમ તો શાસ્ત્રીજી ! હેસ્ટિંગ્સ, બેન્ટિકે, ક્લાઇવે, ડેલહાઉસીએ
ક્યો જુઠ્ઠાણાં નહોતાં કર્યા ? શાસ્ત્રીજી : હા, એ પણ ખરું, પણ હવે જરા ધ્યાનથી તમે નોંધ કરજો .
ભરૂચના ભાષણમાં સરદારે કહ્યું, ખેડૂતોને અને બીજાઓને પૂછું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે તમે જાણો છો ? નામના મોત કરતાં બહાદુર અને
આબરૂ દારના મરણે મરતાં શીખો. પૃચ્છક : નોંધ્યું. શાસ્ત્રીજી : બહાર તો રાસ ગામમાં ભલભલા તલાટીઓએ રાજીનામાં આપ્યાં.
ગાંધીજીની કૂચની તૈયારી જોરશોરથી થવા માંડી. પણ આપણે તો સાબરમતી જેલમાં ઊભા છીએ. મહાત્મા ગાંધીજીના મંત્રી મહાદેવભાઈ સરદારને જેલમાં મળવા આવ્યા છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ
મહાદેવભાઈને કહે, તમે અંગ્રેજીમાં જ વાત કરો. પૃચ્છ કે : કેમ ગોરો હતો ? શાસ્ત્રીજી : અર્ધી પાકો અંગ્રેજી ગુલામ, પણ અંગ્લોઇન્ડિયન. ત્યાં મહાદેવભાઈ
કહે હું મારા પિતાજી સાથે અંગ્રેજીમાં નથી બોલતો, તો સરદાર
સાથે શી રીતે બોલી શકું ? પૃછે કે : જેલર કટાક્ષ સમજ્યો ખરો ? શાસ્ત્રીજી : બ્રિટિશ સલ્તનતના જડભરત અમલદારો એવો કટાક્ષ સમજે
ખરા ? ત્યાં સરદાર કહે આ ગાંધી આશ્રમવાળા એવા હોય છે. કે એ ધારેલું જ કરે, અને અંગ્રેજીમાં નહીં બોલે. આખરે એને અંગ્રેજીમાં તરજૂમો કરી સમજાવવાની કબૂલાત થઈ. મહાદેવ પૂછે છે કે તમને અહીં કેવી રીતે રાખવામાં આવે છે ? તો સરદારે તરત જવાબ આપ્યો, ચોર-લૂંટારાની જેમ. એવી રીતે પણ રાખે છે એનો આનંદ છે.
પૃચ્છક : ખરેખર જેલરને જેલ મેન્યુઅલની પણ ખબર નહોતી ? શાસ્ત્રીજી : ના. ક્યાંથી હોય ? સત્યાગ્રહ શબ્દ જ અંગ્રેજી ત્યારે પહેલી વાર
સાંભળેલો, એનો અર્થ તો એ જિંદગીભર પણ નહીં સમજી શક્યો હોય. ન જ સમજે. એમાં પુસ્તકોની વાત આવી તો મહાદેવભાઈએ રજા માંગી–તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે ધાર્મિક સાહિત્યની સામે વાંધો નથી એમ જણાવ્યું એટલે સરદારે ત્રણ
પુસ્તકો માંગ્યાં. પૃચ્છ ક : કિયાં કિયાં ? શાસ્ત્રીજી : ગીતા, તુલસી રામાયણ અને આશ્રમ ભજનાવલિ. પૃચ્છક : સરદારે વાંચ્યાં ? શાસ્ત્રીજી : ત્રણ મહિનામાં ત્રણે પૂરાં કરવાનું મહાદેવભાઈને વચન આપ્યું
છે. આ તો નોંધાયેલી વાત છે. હવે હું જે કહેવા માંગું છું તે આ કે વલ્લભભાઈનું હૃદય ભક્તવત્સલ છે. નહીં તો ગીતા વાંચે ? ઉપરાંત મહાદેવભાઈએ નોંધ્યું છે કે જેલમાં એમને એક જ દુઃખ કે બધા જેલરોની ફોજ હિન્દીજનો છે. અંગ્રેજ હોત તો બતાવી દેત. એટલે આપણા હિન્દી ભાઈઓ માટે એને કેટલું વાત્સલ્ય ! સામે થાય તો હિન્દી નોકરી ઉપર જ સરકાર ફટકો મારે, એ
એમનાથી નહીં સહેવાય. પૃચ્છક : એટલાથી ભક્ત કેમ કહેવાય ? શાસ્ત્રીજી : તો આગળ ચાલીએ. તમારું મન પણ સંશયગ્રસ્ત છે. તો જુઓ
હું કહું કે સરદારે ડાયરી લખી છે તો કોઈ માનશે ? પૃચ્છક : હું તો નહીં જ . અને ઘણાં નહીં માને. સરદાર તો વળી ડાયરો
લખતા હશે ? શાસ્ત્રીજી : હવે હું આ સરદાર સાહેબે તા. ૭-૩-૩૦ થી તા. ૨૨-૪-૩૦