________________
૧૫૨
નવભારતના ભાગ્યવિધાતા : કટાક્ષમાં કડવાશ પણ હોય, પણ કડવાશ વિનાના હાસ્યની પણ કંઈ ઓછી નોંધણી નથી. તે પણ આપણે જોઈશું, પરંતુ સત્ય કથનમાં એમને કોઈ ન પહોંચે, મહારાષ્ટ્રમાંથી તામિલનાડુમાં ગયા, ત્યાં ગુજરાતી હિન્દીમાં બોલ્યા. ત્યાંથી બિહારના ખેડૂતોની પરિષદમાં ગયા. રાજેન્દ્રપ્રસાદ પથારીવશ હતા. ત્યાં સભામાં વિષયવિલાસમાં પૈસા બરબાદ કરનારા જમીનદારો માટે, કિસાનની પામરતા માટે, અને સ્ત્રીઓનો પરદો, તે પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે નહીં પણ સ્ત્રી અને સ્ત્રી વચ્ચે, એ ત્રણ વાતો ઉપર ટીકા
હૃદય સોંસરી ભાષામાં કહી. પૃચ્છક : એમાંથી થોડી વાણી તો સંભળાવો. શાસ્ત્રીજી : સરદાર કહે છે – સ્ત્રીઓને પરદામાં રાખી તમે અધગવાયુથી
પીડાઓ છો. વળી કહે, એ પરદામાંથી બહાર આવે તો તમે કેવા ગુલામ છો, એ એ જોઈ જાય એથી તમે ડરો છો. મારું ચાલે તો એ બહેનોને કહું કે તમે આવા વ્હીકણ બાયલાઓની
સ્ત્રીઓ બનવા કરતાં, તમારા ધણીને છેડા ફાડી આપો તો સારું. પૃચ્છક : ખરેખર ? શાસ્ત્રીજી : ચોખ્ખી વાત કરનારા એવા બીજા કેટલા મળશે ? ૧૯૨૮ પછી
મોરબીમાં યુવકોએ રાજાઓને પદભ્રષ્ટ કરવા સંમેલન યોજ્યું, ત્યાં પહેલો સવાલ એમણે એ કર્યો, તમારી તૈયારી કેટલી ? રાજાઓની નિંદા કરવાથી તમારું કંઈ નહીં વળે. તમારે ત્યાં દીવા તળે અંધારું છે. આટલી વાત કરી, ત્યાં તો સંમેલનમાં પીછેહઠ થવા માંડી. એક ઠેકાણે સરદારને માનપત્ર આપવાની હોંસાતોસી થઈ, પહેલો હાર કોણ પહેરાવે એ માટે તકરાર. સરદારે કહેવડાવ્યું કે તમે ઝઘડી લ્યો, પછી સભામાં આવીશ. તમને સત્યાગ્રહ વિષે મારે હવે શો બોધ આપવાનો હોય ! હવે આપણે આડી વાતો મૂકી આગળ ચાલીએ. ૧૯૨૯માં લાહોર કોંગ્રેસમાં સંપૂર્ણ સત્યાગ્રહનો ઠરાવ.
ભક્તજન વલ્લભભાઈ
૧૫૩ પૃચ્છક : હા, હા, એ તો અમને બધાને ખબર છે. ૨૬-૧-૩૦ને દિવસે
પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. પ્રજાએ પ્રતિજ્ઞાઓ
પણ લીધી. શાસ્ત્રીજી : ત્યારે મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્યના અગિયાર મુદ્દાઓ જાહેર
કર્યા. એમાં છૂપી પોલીસખાતું રદ કરવું, જમીન-મહેસૂલ પચાસ ટકા ઘટાડવું, લશ્કરી ખર્ચમાં પચાસ ટકા ખર્ચ ઓછો કરવો, સમુદ્રકાંઠાનું વહાણવટું, હિન્દુસ્તાનના લોકતંત્રના હાથમાં રાખવું,
નિમકનો વેરો રદ કરવો વગેરે મુખ્ય હતા. પૃચ્છક : એટલે નિમક સત્યાગ્રહની યોજના ઘડાઈ. ગાંધીજીએ આગેવાની
લઈ કાયદો તોડવા, દાંડીકૂચ કરવા જાહેરાત કરી. શાસ્ત્રીજી : મહાત્માજી દાંડીકૂચ માટે પ્રયાણ કરે તે પહેલાં સરદારને રાસ
ગામમાં ભાષણ કર્યા વિના એટલે કે ગુનો કર્યા વિના એકાએક પકડી લીધા. ૭ માર્ચ ૧૯૩૦, તે પહેલાં ભરૂચમાં તો અતિ જોરદાર ભાષણ કર્યું હતું. ત્યારે પોલીસ અને કલેક્ટર જાગ્યા નહોતા. હવે મજા જુઓ. રાસ જતા હતા ત્યાં મૅજિસ્ટ્રેટે ફેંસલામાં લખ્યું : ‘તહોમતદાર સરદાર બરાડા પાડી ભાષણ કરવા ગયા એટલે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પ૪મી કલમ પ્રમાણે પકડી લીધા.’ છે ને આરોપ ! મૅજિસ્ટ્રેટની બુદ્ધિનું દેવાળું પ્રગટ કરનાર
આરોપ ! પૃચ્છક : પણ ભાષણ તો કર્યું નહોતું. શાસ્ત્રીજી : એ પણ ખરું, અને બરાડા પાડી ભાષણ કરવા ગયા એ બરાડાની
મૅજિસ્ટ્રેટને પહેલાથી કેવી રીતે જાણ થઈ એ પણ હસવા જેવું છે. પૃચ્છક : આવડું જુદું ? શાસ્ત્રીજી : ૧૯૨૦ થી ૧૯૪૭ સુધી આખું બ્રિટિશ રાજ્ય હિન્દુસ્તાનમાં
જુઠ્ઠાણા ઉપર જ ચાલ્યું.