________________
નહોતું. જો બિસ્માર્કને આવું થયું હોત તો એણે કેટલાયને ફાંસીએ ચડાવ્યા હોત કે તોપથી ઉડાડ્યા હોત.
આ બાર રૂપકોમાં સરદાર પટેલની દઢતા, નમ્રતા, માનવતા અને રાષ્ટ્ર માટેની ત્યાગવૃત્તિ જોવા મળે છે. આમાં સરદાર પટેલ પાત્રરૂપે આવતા નથી તેમ છતાં જુદાં જુદાં પાત્રો દ્વારા સરદાર જીવંત બને છે. આને માટે જુદા જુદા વર્ગના અને જુદી જુદી ભાષા બોલતાં પાત્રો એમણે સજ્ય છે. આ પાત્રો તરવરાટભર્યા, માર્મિક સંવાદો બોલતાં અને કથાવિકાસ સાધતા જણાય છે. આ બાર રૂપકોમાં સમર્થ નાટ્યપુરુષ ચન્દ્રવદન સરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠ અને કર્મનિષ્ઠ પ્રતિભાને ઉપસાવી શક્યા છે. આ રૂપકો પચ્ચીસ વર્ષ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ દ્વારા પ્રકાશિત થાય છે ત્યારે આનંદ અનુભવું છું. આનો ઉદારભાવે કૉપીરાઇટ આપવા માટે શ્રી અરુણ શ્રોફનો અને આ પ્રકાશન માટે સતત ઉત્સાહ દાખવનાર યુવાસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉત્સાહપ્રેરક કમિશનર શ્રી અનિશ માંકડ અને શ્રી જિતેન્દ્ર ઠાકરનો આભારી છું.
નિશાળ અને કૉલેજમાં ભજવી શકાય તેવાં આ રૂપકો સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વનો કિંચિત સ્પર્શ કરાવશે, તેમ માનું છું. ૫ ડિસેમ્બર, ૨OOO
- કુમારપાળ દેસાઈ
અર્પણ
મારા એક સમયના વિદ્યાર્થી
શ્રી બિપીન ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલને
ચન્દ્રવદન મહેતા