________________
શિષ્ય
શિક્ષક
શિષ્ય શિક્ષક
નવભારતના ભાગ્યવિધાતા મ્યુનિસિપાલિટીના સભ્યોની કમિટીની કાર્યવાહીમાં શ્રી વલ્લભભાઈએ પેલાને સભામાં બોલાવી મંગાવ્યો અને જાહેર કર્યું કે ભાઈલા ! આ તમારા પગારભથ્થાં તો સરકારે નક્કી કર્યો છે તે સરકાર ભથ્થાં વધારે અને તમે રાજીનામું આપવાની ધમકી આપો છો, તે અમે રાજીનામું લેવા તૈયાર બેઠા છે. હું ભાઈ, એટલે પેલો સમજી ગયો. થોડા દિવસમાં એનું રાજીનામું આવ્યું. તે તરત જ સ્વીકારી લીધું. એમ બીજી વિકેટ ગઈ.
પછી ત્રીજા આવ્યા ઇંજિનિયર મેકાસે. : મકાસે, એ તે કેવું નામ ? : તદ્દન નકામો, નમાલો માણસ, ત્યારે પ્રેટ કરીને ગુજરાતના
મોટા ગોરા કમિશનર સાહેબે આને ગોઠવ્યો. : એ પણ અંગ્રેજ હતો ? : અંગ્રેજોનું જ રાજ્ય હતુંને ! અને આપણા હિંદી સભ્યો પણ
અંગ્રેજોની ગોરી ચામડીવાળાનો પક્ષ ખેંચે. : એમ—એવું બન્યું હતું ? : બે હિંદી, લાયકાતવાળા ઇંજિનિયરો હતા. પણ પેટ સાહેબે
બધાને બોલાવી મત આપવો, લગભગ આજ્ઞા જેવી જ સુચના કરેલી તે ઓગણીસ-વીસ મતે મેકારોની પસંદગી થઈ. માણસ કેવળ ઢં. કંઈ સમજે જ નહીં. અમદાવાદ શહેરને પાણી મળતું હતું. તેમાં પણ ખતરા પડવા લાગ્યા. ગામમાં સભાઓ થઈ. માવલંકર જેવા વકીલો પ્રેટને મળવા ગયા, ત્યાં એમનું અપમાન થયું. પ્રેટ સાહેબ તો ચોર કોટવાળને
દંડે એ ન્યાયે વર્તવા લાગ્યો. : પરિણામે: એટલે શ્રી વલ્લભભાઈએ ઝુંબેશ ચલાવી. સર રમણભાઈ
મનિષાપિલીટી
૭૭ નીલકંઠ મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને રાવ સાહેબ હરિલાલભાઈ મેનેજિંગ કમિટીના ચેરમેન, ત્યાં પ્રેટ સાહેબ. ટૂંકમાં પ્રેટ સાહેબે એવું જાહેરમાં કહેલું કે, જેમને પાણી નહીં મળતું હોય તે પોતાનાં ઘર કેમ નથી બાળી દેતાં ? આટલી તમરી અને તે વલ્લભભાઈ સાંખે ? ત્યાં જ શ્રી વલ્લભભાઈએ સંભળાવ્યું અમારા કાઉન્સિલરોનાં ઘર બાળવાની વાત કરો છો - તે પેલો ઢ જેવો ઇંજિનિયર છે, એનું ઘર બાળોને. કંઈ કામ તો કરતો નથી. ભારે ટપાટપી
થઈ. પરિણામે.... શિષ્ય : મિ. મેટાસેની પણ વિકેટ ઊડી ? શિક્ષક
: એ જ રાજીનામું આપીને ચાલતો થયો. દરમ્યાન મ્યુનિસિ
પાલિટીમાં કરવેરા ભરવામાં પણ ભારે આળસ તથા ચોટ્ટાઈના દાખલા જાણવામાં આવ્યા. બધાને મિ. વલ્લભભાઈએ એવા તો ખખડાવ્યા કે જનરલ બોર્ડની મીટિંગમાં બધાની દાંડાઈ ખુલ્લી પડી. એમાંના મોટા ભાગના સરકારી પેન્સનર, ખાનબહાદુરો, રાવસાહેબો, નરરી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટોબધાની સુસ્તી ઉડાવી દીધી. પાણીના વેરા ન ભર્યા હોય એનાં તો નળનાં જોડાણ જ કાપી નંખાવ્યાં. સડો એમ
નીકળે. પછી એક વાડિયાજીની વિકેટ પણ ઊડી. શિષ્ય : વાડિયાજી, પારસી હશે. એ કોણ ? શિક્ષક : એ પણ મ્યુનિસિપાલિટીને માથે પડેલા એક અધિકારી, શહેરમાં
પાણીની તંગી અને બૂમાબૂમ : ત્યાં આ સાહેબ, ગાફેલ અને તદ્દન બેદરકાર અને કોઈનું પણ સાંભળે નહિ. મરજી પ્રમાણે
જ વર્તે. એ તો તરત જ શ્રી વલ્લભભાઈની આંખે ચઢયા. શિષ્ય : એટલે ખતમ.
શિષ્ય
શિક્ષક
શિષ્ય શિક્ષક