________________
૫૨
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
નવભારતના ભાગ્યવિધાતા : જી, પણ આ માણસ ઘાતકી નહોતો. એણે સળિયો તો તપાવ્યો, પણ આ દરદીને ડામવાની એનામાં હિંમત નહોતી, એટલે આ મિ. વલ્લભભાઈએ એ સળિયાને પકડી પોતે પોતાના હાથે ડામી, સડેલી જગ્યામાં ચારે કોર ફેરવી, દરદનો નિકાલ કરી દીધો . ગાંઠ ફોડી નાંખી, પોતાના હાથે આસપાસ દબાવી, પસ કાઢી નાંખ્યું.
હોય નહીં !
એના સાક્ષીઓ છે.
કેટલું ઘાતકી ? પોતે પોતા ઉપર ઘાતકી—શું કહેશો ?
જરા પણ નહીં સાહેબ. એક પૂરી મિનિટ નહીં થાય તે પહેલાં તો દરદ નાબૂદ. આમાં ઘાતકીપણા કરતાં દૃઢ મક્કમ મનોબળનો સવાલ છે અને પ્રસ્તુત દરદીના મનોબળ માટે કોઈને બે મત છે જ નહીં. અંગ્રેજીમાં એને આયર્ન વિલની વ્યક્તિઓ કહેવામાં આવે છે.
આપ કહો છો એટલે અમે માનીએ તો છીએ.
જરા વસવસા સાથે, નહીં ? પણ સાહેબ આપણા નાનકડા કહેવાતા સભ્ય સમાજમાં આવા વસવસા પેદા થાય છે. શું એશિયા, યુરોપ કે આફ્રિકા – વન જંગલમાં, ગામડા ગામમાં કંઈક લોક આવા જલ્દી નિકાલ કરનારા ઉપાયો કરી દરદીઓ રાહત મેળવે છે. એમાં મનોબળનો જ પ્રકાર છે. આપ શિયાળામાં ઠંડે પાણીએ ન્હાવા જઈ શકો છો ?
:
:
:
:
:
: બાથરૂમ કે ખુલ્લામાં ?
ઃ ખુલ્લામાં, શૂન્યની નીચે પારો મલકતો હોય ત્યાં. આપ હિન્દુસ્તાન આવો, હું તમને હિમાલયની ગોદમાં – અગિયાર
સહનશક્તિ
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
ડૉ. પટેલ
૫૩
હજાર ફૂટ ઊંચે જ્યાં ગંગા નદીનાં વહેણ શરૂ થાય છે, તે ગંગોત્રી શિખરની નિકટ ગંગાનું જળ, જ્યાં બરફમાંથી પાણી થઈ વહેવા માંડે છે, ત્યાં ખુલ્લે શરીરે સ્નાન કરતી, દર સાલ, એક નહીં પણ અનેક વ્યક્તિઓ બતાવું. મનોબળ અને શ્રદ્ધાનું જ એ પરિણામ છે.
હા, એ અમે સાંભળ્યું છે ખરું.
એની ફિલ્મો, ફોટા એવી તો ઘણી સાબિતીઓ અને સામગ્રીઓ આજે મોજૂદ છે. નજરે જોનારા જાત-અનુભવીઓ હાજર
છે.
આ મિ. વલ્લભભાઈ કોઈ અસાધારણ વ્યક્તિ હોવા જોઈએ.
:
હા જી, એમની તો એવી કેટલીય વાતો છે, પણ આપ જો...
:
:
:
: અમે, તમે કહો છો તે વાતો માનીએ છીએ. આપ તો લંડનમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર છો એથી નહીં, પણ આપનામાં અમને પૂરો વિશ્વાસ છે, એથી કંઈ બીજી જાણવા જેવી વિગતો હોય તો જરૂ૨ કહો. અમને સાંભળવાનું ગમે.
: સાહેબ ! એ બારિસ્ટરની પરીક્ષા પસાર કરવા અહીં આવ્યા. સ્થિતિ સામાન્ય. પેલા માલેતુજાર માબાપોના દીકરાની જેમ એમની પાસે દસપંદર સૂટ કે ગાડી-મોટર નહીં, એટલે મિડલ ટેમ્પલમાં નામ દાખલ કરાવી એની લાયબ્રેરીમાં વાંચવા જવા માટે રોજ પોતાના નિવાસથી બાર માઈલ સવારે ચાલતા જતા, સાંજે લાયબ્રેરી બંધ થાય ત્યારે પાછા બીજા બાર માઈલ ચાલીને ઘેર પાછા ફરતા.
:
કુલ્લે ચોવીસ માઈલ, વૉટ એ વેઇસ્ટ ઑફ ટાઇમ !
:
તો શું થાય
છો ? પણ સાડાત્રણ કલાક જતાં અને આવતાં થાય.
-
પણ સાહેબ એને આપ વખતનો બિગાડ કહો