________________
સહનશક્તિ
૫૦
નવભારતના ભાગ્યવિધાતા ઉપર વેદનાની કોઈ જાતની અસરનાં ચિહ્ન જણાવા દીધાં
નહોતાં. પ્રમુખ : ડૉ. પટેલ, આપ કહેવા માંગો છો કે દરદીને કશી વેદના
થઈ જ ન હતી. ડૉ. પટેલ : ના જી, કહેવાનો અર્થ એવો છે કે, વેદના તો થાય જ, પણ
દરદીએ પોતાના મન ઉપર એટલો કાબૂ રાખી વેદનાનાં
ચિહ્નો જણાવા દીધાં ન હતાં. પ્રમુખ : અને ડૉ. પટેલ ! આપ એમ માનો છો કે, દરદીમાં એટલી
સહનશક્તિ હોઈ શકે ? ડૉ. પટેલ : ચોક્કસ, પ્રમુખ સાહેબ ! હું એક બીજો કિસ્સો આપની
સમક્ષ રજૂ કરું. આ જ દરદીએ એક વાર પગે મોટો ફોલ્લો થયો હતો. તેને કાપી નસ્તર મૂકવાના એક પ્રસંગે, આ દરદીએ પહેલાં ડૉક્ટર પાસે એક પુસ્તક માંગ્યું હતું. દરદીએ પુસ્તક વાંચવા માંડ્યું, અને થોડું વાંચ્યા બાદ એણે ડૉક્ટરને પૂછ્યું કે, બધું કપાઈ ગયું ? તો ડૉક્ટર કહે કે, પાટો પણ બંધાઈ ગયો. ટૂંકમાં શ્રી વલ્લભભાઈની સહનશક્તિ તો જાણીતી હતી. પણ એમનામાં ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત
શક્તિ હતી. પ્રમુખ : એને કોઈ યૌગિક શક્તિ સાથે સંબંધ ખરો ? ડૉ. પટેલ : આ આપણે બીજા ક્ષેત્રમાં ઊતરીએ છીએ. યોગથી એવા
એકધ્યાની થઈ શકાય છે. અહીં, આ પ્રસ્તુત દરદીને યોગના અભ્યાસ સાથે કોઈ સંબંધ હોવાનું શક્ય નથી. પરંતુ એમનામાં ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ હતી. પોતાનું ધ્યાન એક વિષયમાં એટલું બધું મગ્ન કરી દે કે પછી બીજા વિષયની એને જરા પણ ખબર ન પડે. આવું ઘણાં કરી શકે છે.
હિન્દુસ્તાનમાં એક વાર આ જ દરદીને બગલમાં બગલાઈ
થઈ હતી. પ્રમુખ : બગલાઈ ? ડૉ. પટેલ : બગલમાં ફોલ્લા જેવી મોટી, એક યા વધારે ગાંઠ નીકળે છે,
એને બગલાઈ કહે છે. કોઈ વાર એક પછી એક, એમ સાત
ગાંઠો નીકળ્યા કરે છે. પ્રમુખ : માઇ ગૉડ ! આને પણ ટ્રોપિકલ રોગ કહી શકાય ખરો ? ડૉ. પટેલ : ઘણી વાર કેટલાક રોગોની સમજણ ના પડે એટલે એને
ટ્રોપિકલ રોગ કહેવાની ઠીક પ્રથા પડી છે. પણ ટ્રોપિકનો બેલ્ટ-વિસ્તાર બહુ મોટો – હા, ટ્રોપિકમાં તાપ વધારે પડે એટલે ગરમીથી કેટલાક રોગ થાય છે. પણ સાહેબ, આ વળી બીજો જ સવાલ છે. હું કહેવા માંગતો હતો તે આ-કે દરદી મિ. વલ્લભભાઈને એક વાર એવી બગલાઈ થઈ હતી. ગામમાંથી એને ફોડી નાંખનાર એક કાચા જાણકારને
બોલાવવામાં આવ્યો. પ્રમુખ : કાચો જાણકાર, એટલે ? ડૉ. પટેલ : સર્ટિફાઇડ ડૉક્ટર નહીં, તે કંક ડૉક્ટર કહી શકાય, પણ
પ્રેક્ટિકલ અને આ જાણકાર પોચા દિલનો પણ ખરો, એટલે આ ગાંઠને ફોડવા માટે લોખંડના એક સળિયાને આગમાં
લાલ લાલ ધગધગતો બનાવે. પ્રમુખ : હા. ડૉ. પટેલ : અને એ ગરમ લાલચોળ રેડ-હૉટ – સળિયાને ગાંઠ ઉપર
ડામી દે એટલે ગાંઠ ફૂટે. પ્રમુખ : કેટલું ઘાતકી ?