________________
નવભારતના ભાગ્યવિધાતા થયા બાદ શું ? છ મહિના બાદ એના ભાઈના દિલમાં ચોર
પેઠો.
ગોકુલ : દિલમાં ચોર પેઠો ? શાવર્કશા : એટલે શું કે લોભ-લાલચ પેદા થયાં એના મનમાં એમ કે
મારી બહેનને હવે જિવાઈ ઓછી મલશે, કરીને છ મહિના
બાદ, એણે જાહેર કીધું કે, વિધવા બાઈને ગરમ છે. ગોકુલ : શું ? શાવકશા : વિધવાબાઈને છોકરું આવવાનું એવું જાહેર કરી, મરનાર
ઠાકુરના મરવાના નવ મહિના પહેલાં–ગામરે ગામમાંથી કોઈ બચ્યું વેચાતું લઈ આવી, એનો પોતાની બૂનને પેટે જનમ થયો, એવા કાગલિયા કરી, ગાદી માટે દાવો રજૂ
કરી દીધો. ગોકુલ : એટલે વિધવા રાણી રાજમાતા થઈ ગાદી ચલાવે ? શાવર્કશા : ગાદી શું, રાજ્ય ચલાવે. ગોકુલ : હાં, તેનું એક, આગળ ચાલો. શાવકશા : એટલે ઠાકુરના ભાઈ વકીલો શોધતા નીકળી પડ્યા. જુઓ,
વિધવાબાઈ એના દિયરને ત્યાં છ મહિના રહી ત્યારે કંઈ ગરભ કંઈ નહીં અને બીજા ત્રણ મહિનામાં પણ નહીં. બે
મહિનામાં, જીવતું જોધ છોકરું આયું. ગોકુલ : એ લુચ્ચાઈ તો અમે સમજ્યા પણ. શાવર્કશા : પેલા સાચા ગાદીવારસને કોઈએ દીવાની દાવો માંડવાની
સલાહ આપી. ટૂંકમાં ફરતી ફરતી વાત વલ્લભભાઈ પાસે આવી, તો એણે તરત ફોજદારી દાવો માંડવાની દરખાસ્ત કરી. એટલે દોડધામ. વલ્લભભાઈ સાહેબે તો મુંબઈથી
વિદ્યાભ્યાસ અને વકીલાત
તટસ્થ ડાક્ટરો અને લાયક નર્સોની ફોજ ઊભી કરી દેવા સમન્સ કઢાવ્યા અને બાઈના ગરબની તપાસ કરવા રજા માંગી. આ બાજુ પણ લાગવગ, બાઈના બાપ, મોટા તહોમતદાર, એટલે ખોટી જુબાની, તકલાદી કાગળિયાં ફરતાં થઈ
ગયાં. ગોકુલ : ભારે થઈ. શાવકશા : મૂળ ગાદીવારસભાઈ કહે કે, ગાદી ન મળે તો કંઈ નહીં,
પણ ભળતાનો જ છોકરો ગાદી પર બેસે એ કેમ સહેવાય ? એમાં તો વંશ, કુટુંબ, લોહી, જાતજાતની વાતો ચાલવા માંડી પણ વલ્લભભાઈએ તો એવી પાકી તપાસ કરી, ગુપચુપ કાગલિયાં કરી, કોરટનો હુકમ તથા ડાક્ટરે નર્સની ટુકડી લઈ, બાઈના ભાઈને ત્યાં પહોંચી ગયો. ત્યાં એનો બાપ તહસીલદાર, તે ઘરમાં દાખલ જ ન થવા દે. એણે ગામના અધિકારીઓને લાંચ રુશવત આપી ફોડેલા. તે પહેલાં તો માને જ નહીં, પછી સરકારી હુકમ બતાવિયો કે ઠંડો અને પછી ફોજદારી દાવાનો હુકમ બતાવિયો–કે પાની પાની. પછી તો ભાઈ પીછેહઠ – પણ વલ્લભભાઈ પીછેહઠ પણ થવા નહીં દે. મૅજિસ્ટ્રેટ ઘબરાયો, તહોમતદાર ગભરાયો, અને આખરે બાંધછોડ પર વાત આવી. કૉરેટ જ કહે હવે પતાવો, પણ વલ્લભભાઈ માને શેના. પરિણામે મૅજિસ્ટ્રેટ વિઠ્ઠલભાઈ સાહેબ પાસે ગિયો. ત્યાં ચાપાણીનો મેળાવડો, વલ્લભભાઈને પણ ઇજન, નોતરું, ત્યાં પણ વલ્લભભાઈ મક્કમ જ, આખરે વલ્લભભાઈએ પોતાની શરતો મુજબ
પતાવટે કરી. ગોકુલ : પેલીએ દાવો જતો કર્યો ? શાવકશા : વાત એમ હતી કે કૉરટના મેજિસ્ટ્રેટો વિઠ્ઠલભાઈને વકાલત