________________
૧e
૧૮
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : તો શું કરશો ? કેદી : ફરીથી સોગઠાબાજીનો દાવ. ફરીથી શેતરંજની રમત – મહારાજા : તો તે તમે અમારા રાજ્યમાં રહી શરૂ કરો. કેદી મહારાજ , આપની કૃપા છે, આપને હું ધન્યવાદ આપું છું.
પણ અમે ખેડૂત માણસ, નોકરી-ધંધા ન આવડે, એક ઘાએ બે ટુકડા કરવાવાળા અને મારા જેવાને અહીં રાખો, તો અંગ્રેજોની આપની ઉપર ખફાદૃષ્ટિ જરૂર થવાની, અને એમને અહીંથી કાઢવા જતાં, આપનું આખું રાજ્ય એ લોકો હજમ કરી જશે. હજી આપ એ પ્રજાને પૂરી ઓળખતા
નથી. ચોપદાર : મહારાજાને ઘણી ખમ્મા, નીચે કર્નલ ટૉમસન સાહેબના
ચોપદાર આવેલ છે. એની આ ચિઠ્ઠી છે. મહારાજા : લાવ, વળી શું છે ? ઓહ ! એને મોઢેથી કહો કે કર્નલ
સાહેબ ભલે આવે. અમારો એ જવાબ છે. અને ચોપદાર ! એને કહીને અહીં તરત પાછા આવો અને ચોપદાર અહીં બીજો ગ્લાસ મૂકો, પેલી વિસ્કીની બાટલી અહીં ટેબલ પર મૂકો. અને કર્નલ સાહેબ કે એના કોઈ સાથીદાર નીચે તમને કંઈ પણ સવાલ પૂછે તો તેના તમારે કોઈએ અગદી કશા જ ઉત્તર આપવાના નથી. સાંગ, અમાલા કશાય માહિત નાહી નહિતર, મન ભજે, સમજુલા, જાઓ. (જાય છે.) ઝવેરભાઈ, તમે આ પરદા પાછળ સંતાઈ જાવ, મને કાંઈ તર્કટ લાગે છે, અથવા બાજુના ખંડમાં જાવ. જલદી અમે
કર્નલને પહોંચી વળીશું. કેદી : મહારાજ ! મારે લઈને આપને ઉપાધિ !. મહારાજા : અરે રાજા હોય કે રંક, એને સંસારમાં આધિ, વ્યાધિ અને
ઉપાધિ તો વળગેલાં જ છે. સાંભળો, ઘોડાના દાબડા સંભળાતા
શેતરંજ નો દાવ
લાગે છે, તમે બરાબર સંતાઈ જાઓ. જલ્દી. (મહારાજા પોતાની પ્રિય ખુરશી પર બેસે છે. પાસે વિસ્કીનો ગ્લાસ ભરી રાખે છે. અને બાજુ ઉપર શેતરંજના પ્યાદા ગોઠવતાં વિચારમગ્ન બને છે, ત્યાં કર્નલ દાખલ થાય છે.
મહારાજ જરા નશામાં લાગે છે.) કર્નલ : ગુડ ઇવનિંગ, યૉર હાઇનેસ. મહારાજા : ગુડ ગુડ ઇવનિંગકર્નલ સાહેબ - બેસો – હેલ્પ યૉર સેલ્ફ.
ધિસ વિસ્કી ઇઝ વેરી ગુડ. વેરી વેરી ગુડ. કર્નલ : ઓ થેંક્યુ. તે આપ પીતા જ રહ્યા છો. હાવ ગુડ – મહારાજા : કહો, આટલા મોડી રાતના આપના એકદમ આવવાના શા
પ્ર...પ્રયોજન–શા સબબ ? કર્નલ : સબબ, સબબ. મહારાજા : શા સબબ થયા ? કર્નલ : સૉરી, યૉર હાઇનેસ, પણ મેં મારા હાકેમને વાત કરી.
એમનું કહેવું એમ છે કે પેલા કેદીને જો તમે અમારી રિયાસતમાં બદલીનો હુકમ આપો, તો આપને એની દેખભાલનો સવાલ
જ ન રહે, કોઈ તકલીફ ન પડે. મહારાજા : કર્નલ સાહેબ ! કર્નલ સાહેબ ! વાંચી ગયો. બધા જ ખત
દસ્તાવેજ વાંચી ગયો. ખૂની માનુષ - એવા ખૂની, દેશદ્રોહી
આદમીને જીવતા રખાય જ નહીં, એ ગયા. કર્નલ : ક્યાં ? મહારાજા : અમારા જાલિમમાં જાલિમ ભોંયરામાં એક વાર એ ભોંયરામાં
- આ ખાસ ભોંયરામાં દાખલ થઈ ગયા, પછી કોઈ દેવ - હી હી હી. દેવ - ગૉડની પણ તાકાત નથી કે એમાં બીજો કોઈ દાખલ થઈ શકે, એને જીવતા બહાર કાઢી લાવે, તમે