________________
નવભારતના ભાગ્યવિધાતા કેદી : આવશે. મારા આપના જીવતાં કદાચ ન આવે, પણ આવ્યા
વિના રહેશે નહીં. પણ આપ કંઈ ઓર જ કહેતા હતા. મહારાજા : હા, મને લાગે છે કે કંપનીની સરકાર નહીં રહે. ઇંગ્લેન્ડમાં
રાણી વિક્ટોરિયાનું રાજ્ય છે. તો હવે કદાચ રાણીનું રાજ્ય થાય -
કેદી : એટલે નાની કંપની ટળીને આખી બ્રિટિશ પ્રજાનું રાજ્ય થશે.
એ પણ આફત, મોટી આફત, કંપનીને તો ભાંગી પાડી શકાય. પણ આવડી આ આખી બ્રિટિશ સલ્તનત - બાપ રે - એમનું નૌકાદળ, એમનું લશ્કર, એમનું મોટું સામ્રાજ્ય - ક્યાં ક્યાં એમનાં થાણાં - એને ભગાડતાં ભારે મહેનત
પડશે. મહારાજા : એ જ તો તકલીફ છે. પણ કંપનીનો વેપાર જશે.
: રાજ્ય કરનારાઓ મોટા પ્રમાણમાં વેપાર કરશે. પોતાનાં
કારખાનાં નાંખશે. પોતાના સંચાકામ લાવશે. મજૂરો આપણા,
અને શેઠાઈ એ લોકો કરશે. મહારાજા : તમારા કહેવામાં ઘણું સત્ય છે. કેદી : પછી મડમડીઓ લાવશે. મહારાજા : અત્યારથી જ આણવા માંડી છે. કંઈકને પરણવા મંડી છે.
વળી એની ઓલાદ પેદા થશે, એ અંગ્લોઇન્ડિયન કહેવાશે. કેદી ? અને તે પ્રજા પોતાને રાજા જેવી માનવા લાગશે. મને તો
કંપની સરકાર રહે કે બ્રિટિશ સરકારે રહે બંને ન ખપે. મહારાજા સાહેબ ! જોજો, મહારાજાઓની પણ એ વલે કરશે. એમનું જોર કાઢી નાંખશે. એમની સલ્તનતના ખંડિયા
રાજા બનાવી દેશે. મહારાજા : ભાઈ, તમારી દીર્ઘદૃષ્ટિને ધન્યવાદ આપીએ છીએ. ખરેખર,
કુસંપનાં ફળ હવે અમને બરાબર સમજાય છે.
શેતરંજનો દાવ કેદી : મહારાજા સાહેબ, વિસ્કી તો આવ્યો, આપ કહો છો તેમ
મડમડીઓ પણ આવી. હવે પાદરીઓ આવશે. મહારાજા : એ પણ દાખલ થવા માંડ્યાં છે, અલબત્ત, શરૂઆતમાં
સેવાભાવનાનો દેખાવ કરશે. કેદી : પછી જોજો, એમનું ભણતર પણ દાખલ કરશે. આપણાં
માબાપો આપની અને મારી માતૃભાષા મરાઠી અને ગુજરાતીની મા સમાન સંસ્કૃત બોલતાં હતાં. તે ગઈ પછી અરબી,
ફારસી, ઉર્દૂ આવી, અને હવે અંગ્રેજી દાખલ થશે. મહારાજા : ખરેખર તમારી દીર્ધદષ્ટિ બહુ વિશાળ છે. કેદી : અને પછી પહેરવેશ – આ ફેંટા પાઘોટી પણ જશે. માથે
અંગ્લેિસિયા ટોપી આવશે. મહારાજા : અરેરે ! જમાનો ક્યાં જઈને અટકશે ? કેદી : મહારાજ ! જમાનો તો ક્યાંય અટકતો નથી. ચાલ્યો જ જાય
છે. આપણે એના પ્રવાહમાં ભળી જઈએ છીએ. પછી તણાઈ
જઈએ છીએ. પછી છેક છેવટે બળાપા કરીએ છીએ. મહારાજા : ઝવેરભાઈ ! અમારી એક વાત શ્રવણે ધરો. ધરશો ? કેદી : આપ તો મહારાજા છો. ફરમાવો. મહારાજા : તમે અમારા રાજ્યમાં કંઈ કામે લાગ. તમે માંગો તે કામ,
નોકરી, સેવા અમને સલાહ આપી અમારા રાજ્યને બ્રિટિશ
સિંહના મુખમાં જતા બચાવો. કેદી : મહારાજ , જરૂર એ કામ કરું, પણ આપનું તો એક રાજ્ય,
એક રિયાસત, આખા હિન્દુસ્તાનને એની પકડમાંથી બચાવવાનું ભગીરથ કામ કરવાનું છે. એથી તો અમે ઝાંસીની રાણીની કુમકે દોડ્યા. પણ ન ફાવ્યા.