________________
શેતરંજ નો દાવ
૧૩
નવભારતના ભાગ્યવિધાતા કેદી : મેં નામદાર મહારાજા ! કશા જ ગુના કર્યા નથી. હા, ઝાંસીની
રાણીને દોલતની મદદ કરી છે. સરસામાનની મદદ કરી છે. અમારા પ્રદેશ સાથે એમના રાજ્યનો જૂનો સંબંધ છે. અને
ઉપરાંત – મહારાજા : ઉપરાંત – બોલો. કેદી : એ રાજ્ય અંગ્રેજી કંપની સરકાર સામે માથું ઊંચક્યું, એથી
અમે એની મદદે દોડ્યા. મહારાજ , ક્ષમા કરો તો બે વાત
મહારાજા : ઝવેરભાઈ, ક્ષમા. તમે મારા મિત્ર છો, કંઈ પણ કહી શકો છો. કેદી : મહારાજા સાહેબ ! રાજ્ય રાજા કરે, રાજ્ય પ્રજા કરે, તે
સમજાય; ફ્રાન્સ દેશમાં રાજાઓએ રાજ્ય કર્યા, પ્રજાએ ચૂંટેલાઓએ રાજ્ય કર્યા. એવું જ કંઈ ખુદ ઇંગ્લેન્ડમાં પણ થયું. આપ તો દુનિયાનો ઇતિહાસ જાણતા જ હશો. અહીં રાજાઓનું રાજ્ય, રાજવંશનું રાજ્ય, પણ ઇંગ્લેન્ડથી એક વેપાર કરવા આવેલી કંપનીનું રાજ્ય ! એ સરકાર બની બેસે, એ આપણા રાજા-રાણીઓને ગાદી ઉપરથી ફોજની
કુમક લઈ ઉઠાડી દે – એનું રાજ્ય તે કેમ સાંખી લેવાય ? મહારાજા : ઝવેરભાઈ ! તમારો આ મુદ્દો મારે ગળે ઊતર્યો. હા, આ
એક કંપની, ટોમસન આણી કંપનીનું રાજ હી હી હી. કેદી : એની સામે જ અમને વાંધો અને તે કંપનીમાં પણ એક પણ
હિન્દી નહીં. પરદેશી કંપની. વેપાર પણ કરે, સાથે રાજ્ય પણ કરે. એને આપણી જમીન, આપણા ખેડૂતો, આપણા
વેપારીઓ, આપણા પ્રજાજનોનું હિત ક્યાંથી સૂઝે ? મહારાજા : લાખ ટકાની વાત કબુલ કરું છું પણ શું થાય ? આપણામાં
કુસંપ. કેદી : મહારાજા ! આ દેશ માટે એ જ સનાતન સત્ય છે. ક્યાંક
ક્યારે દેશ એક હતો. જમાના પહેલાં, પછી મોગલો આવ્યા, ત્યારે પણ દેશ એક થયો હતો. પણ મોગલો, એ બહારના. તે અહીં પોતાનો દેશ માનીને રહ્યા. આ તો જુઠ્ઠા, ચોર, લેભાગુ વેપારીઓ, ડચ, ફરંગા, ફિરાંસી પ્રજાઓના દુશ્મન. એમને વ્યાપારમાંથી કાઢયા, આપણો વ્યાપાર પણ ઝૂંટવી લીધો અને હવે ફોજો વધારી આખો દેશ તાબે કરશે, અને
આપણ સૌને ભૂખે મારશે. મહારાજા : તમારી વાતની સામે મારી પાસે કોઈ દલીલ નથી. કેદી : મહારાજ, છેલ્લાં સો વર્ષનો ઇતિહાસ જુઓ. આપને ત્યાં તો
નોંધપત્રો હશે. હિન્દુસ્તાનનાં કેટલાં રાજ્યો આ કંપની સરકારે
ઓહિયા કરી લીધાં. દિલ્હીની ગાદી, આઉધની ગાદી, ગણ્યા
ગણાય નહીં એવડાં રાજ્યો કબજે કર્યા. મહારાજા : અને અઢળક દૌલત. કેદી : અને અઢળક દૌલત. ખોટાં તહોમતનામાં એનો તાજો દાખલો
આ ખોટા સહીસિક્કાવાળા દસ્તાવેજો . મેં ખૂન કર્યા ! મેં અંગ્રેજોનાં ખૂન કર્યો ! અરે ખૂન કરવાનો હોત તો આ કર્નલ ટૉમસનને જ નહીં મારત – પણ ના, એક અંગ્રેજનું ખૂન કરવા થકી કંઈ કંપની સરકારનું રાજ્ય નાબૂદ થવાનું નથી.
એમની ધીકતી કમાણી ઉપર કાપ મૂકવો જોઈએ. મહારાજા : તમારા બધા જ ગોષ્ઠી સાચા છે. અગદી ખરા જ છે. પણ
હવે સંજોગ એવા બદલાવા માંડ્યા છે. કેદી
એટલે અમે થોડા જુવાનિયાઓ જાગ્યા. ઝાંસીની મદદે ગયા. પણ દેશમાં પાકો સંપ નહિ એટલે દાવ અવળા પડ્યા. આજે કોઈ રાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી હોત તો એમને મારી ઝૂડી કાઢત. શિવાજીની શક્તિ ઔરંગઝેબ સામે વપરાઈ ગઈ. પછી આ પૈધ્યા, અને એમનો પાકો સામનો કરવાવાળા કોઈ રહ્યા નહીં.