________________
૧
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : દેખો. કર્નલ સાબ ગયે, ઓર ઇનકી સાથ આનેવાલા ગાર્સ
સબ ગયે ? જલ્દી જાઓ-દેખો. ચોપદાર : મહારાજા ! કર્નલ સાહબ ખુદકા ઘોડા પર ગયે. સાથમેં દો
ઘોડેસવાર થા, વો ભી ગયે. તીસરા થોડા થા, ઇનકુ ભી
લે ચલે. મહારાજા : અચ્છા, જાઓ તો ઝવેરભાઈ. તમને ઘોડા પર લાવ્યા હતા, કેદી : જી મહારાજ ! મહારાજા : તે તમને ઘોડેસવારી પણ આવડે છે ? કેદી : મહારાજ, નહીં તો લાંબી મુસાફરી શી રીતે થઈ શકે ? હા
જી, ઘોડેસવારી પણ જાણું છું. મહારાજા : ઝવેરભાઈ ! આમ આવો. બેસો. અહીં મારી સામે બેસો.
બેઠિયેનાં કર્નલ તો ગયા - આ ફાઇલમાં તો કિસમ કિસમની વાતો હશે ! તમે અંગ્રેજોનાં ખૂન કર્યા છે, એમની દોલત લૂંટી છે, ઝાંસીની રાણીને એ દોલત સુપરત કરી છે, ઘણું ઘણું લખાણ હશે ! નિરાંતે વાંચીશું, પણ મને કહો – તમે શું
કરો છો. સાચી હકીકત જ કહેજો. કેદી મહારાજ ! હું તો ખેડૂતનો દીકરો છું. અમે પટેલ, અસલ કહે
છે પંજાબથી ગુજરાતમાં રોટલો કમાવા આવી ચઢેલા. થોડી જમીન છે તેમાં ખેતી કરી જાણીએ છીએ. આમાં તો ઘણું
જુઠાણું લખેલું છે. મહારાજા : અદકો પ્રમાણિક ધંધ. ખેડૂત તો જૂઠું બોલે જ નહીં. અને
ચોરી લૂંટફાટના ધંધા કરે જ નહીં. કેદી : એ આપની માન્યતા તદ્દન સાચી છે. મહારાજા : પહેલાં એ કહો કે શતરંજ ક્યાં શીખ્યા, અને આ બધી
માહિતી તમે ક્યાંથી જાણી ? ઝવેરભાઈ !
શેતરંજનો દાવ કેદી : મહારાજ ! ખેડૂતની પોથી તે કુદરત. ઉપર આકાશ અને
નીચે ધરતી, આકાશ પણ જાત જાતનું શિખવાડે, રોજ ને રોજ નવું નવું શિખવાડે. અને ધરતી પણ એમ જ. ચારે મોસમમાં ભાતભાતનું શિખવાડે. એમાં આંખ કામ લાગે. અને બીજી ઇન્દ્રિય તે કાન. ચારે કોર કાન સરવા રાખીએ
તો જાત જાતનું સાંભળવા મળે. મહારાજા : સરવા એટલે ? કેદી : જાગ્રત, મહારાજા હોલ્કર ! જાગ્રત. સાંભળવું ઘણું. પછી
એમાં સાચું કેટલું અને સારું કેટલું, એ તપાસવા બુદ્ધિબળ કામે લગાડવું. તો આપોઆપ ઘણી વાતોની જાણ થાય, અને
સમજણ પણ પડી જાય. મહારાજા : વાહ વાહ ઝવેરભાઈ ! તમારી તકેદારી, હોશિયારી જોઈ
હું બહુ ખુશ થયો છું. તમે મને રમતમાં પણ જિતાડી દીધો. કેદી : આપની મહેરબાની મહારાજ શેતરંજ તો અમે બહુ રમીએ.
પણ અમને નાનકડા પાટિયા ઉપર શેતરંજ રમવી ન ગમે -
મોટાં ખેતરો જોઈએ, ખેતરો એટલે ક્ષેત્ર – મહારાજા : સમજું છું. અસલ તમે પંજાબના, પાંચ નદીઓના જળપ્રવાહના
વતની, એટલે ખેતીમાં રસ, જમીનમાં પ્રેમ, કેદી : જમીન, અમારી મા. ધરતી મા. મહારાજા : તો તમે ઝવેરભાઈ, આ બળવાને પંથે કાં ચડ્યા ? કેદી : મહારાજ, બળવો તો અંગ્રેજોએ કહ્યો. એમના દેશમાં રાજસત્તા
સામે બળવો નથી થયો ? આપ એમના વફાદાર મિત્ર રહ્યા
એટલે મારાથી વધારે કશું બોલાય નહીં. મહારાજા : ઝવેરભાઈ ! તમે સ્વતંત્ર છો. મારા મિત્ર છો. તમને અમારું
અભયવચન છે. તમે જે કંઈ ગુના કર્યા હોય તે માફ છે. બોલો.