________________
૨૩૨
નવભારતના ભાગ્યવિધાતા રમેશ : જેને રામ રાખે તેને શેની ચિંતા ! ચન્દ્રવદન : એમ નથી. એમને રામમાં શ્રદ્ધા હતી. એટલે અમે એમને ભક્ત
કહીએ છીએ. પેલો જયપુરનો કિસ્સો તો યાદ છેને ? મારકંડ : હા, હા, નાગપુર, મદ્રાસ, બેંગલોર થઈ હૈદરાબાદ પહોંચ્યા
હતા. ત્યાર બાદ પાલમ એરપોર્ટથી જયપુર જવા નીકળ્યા. એરોપ્લેન નાનું - જોધપુરના મહારાજા પણ સાથે હતા. હજી તો જયપુર પહોંચવાને ફક્ત પંદર મિનિટની વાર ! અને પ્લેન બગડ્યું. અને નદીના ભાઠામાં ઉતારવું પડ્યું. જયપુરથી ત્રીસ
માઈલ દૂર. પ્લેન ઊતર્યું સલામત. રમેશ : હા, હા, આખા હિન્દુસ્તાનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મારકંડ : ત્રણ કલાક રાહ જોતાં બધા બેઠા રહ્યા. ત્રણ કલાક બાદ એક
અફસરને એ રસ્તે જતાં ખબર પડી અને એ ત્યાં પહોંચ્યા. સરદાર સાહેબ તો ત્યાં પ્લેનની બત્તીમાં નિરાંતે સ્વસ્થતાથી
વાંચતા બેઠા હતા. રમેશ : ચાર કલાક બાદ હિન્દમાં સમાચાર ફરી વળ્યા કે સરદાર સાહેબ
સલામત છે, ત્યારે દેશમાં ફરી જીવ આવ્યો. મારકંડ : જેને રામ રાખે – તે એનું નામ, રામનામમાં શ્રદ્ધાનું કામ, બે
દિવસ બાદ પાર્લામેન્ટમાં સરદાર સાહેબ દાખલ થયા ત્યારે ‘સરદાર પટેલ ઝિંદાબાદ' એવા જે ગગનભેદી પોકારો થયા છે,
તે તો જાણે સાંભળ્યા તેમણે જ એનો આનંદ માણ્યો. રમેશ : અને કેટલીક મિનિટો સુધી એ પોકાર ચાલ્યા - પછી એમનો
| વિવેકભર્યો જવાબ, આજેયે વાંચવા જેવો છે. ચન્દ્રવદન : પણ આ અગમના ઇશારા હતા. ગાંધીજીના આવા ત્યાગી
અનુયાયીને કુદરત એવા ઇશારા જરૂર કરે જ .
સરવૈયું અને વિદાય
૨૩૩ રમેશ : ત્યાગી ? ચન્દ્રવદન : કેમ ભૂલી ગયા ? દોલત તો એકઠી કરી જ નહોતી. ધારત તો
અઢળક કમાઈ શકત. ગાંધીજીને એમણે એમના ઉપવાસ સમયે નહોતું લખ્યું કે મને મિનિસ્ટરપદામાંથી છૂટો થવા દો. હવે તો એ કાગળ છપાયેલો છે. અને ૧૯૨૮માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાવા સરદારના નામની દરખાસ્ત આવી હતી. પરંતુ ગાંધીજીની
સૂચનાને અનુસરી જવાહરલાલને કોંગ્રેસનો તાજ પહેરાવી દીધો. મારકંડ : બીજી વાર ૧૯૩૭માં ફરીથી બહુમતીથી સરદાર સાહેબનું નામ
સૂચવાયું, ત્યારે પણ ગાંધીજીની ઇચ્છાને માન આપી સરદારે
ફૈજપુર કોંગ્રેસના પ્રમુખ જવાહરલાલને બનવા દીધા. ચન્દ્રવદન : અને ત્રીજી વાર ૧૯૪૬માં વચગાળાની ભારત સરકારનું
વડાપ્રધાનપદ સરદારને મળે એવી ભારે બહુમતી હતી ત્યારે પણ ગાંધીજીની મરજીને માન આપી સર્વપ્રથમ વડાપ્રધાન બનવાની ઐતિહાસિક તક પણ સરદાર સાહેબે જતી કરી.
આવી વ્યક્તિને ત્યાગી નહીં કહો તો કોને કહેશો ? મારકંડ : ગાંધીજી અને કોંગ્રેસની એકતાને ચરણે ધરાયેલું સરદારનું આ
બહુ મોટું બલિદાન હતું. ચન્દ્રવદન : ઈશ્વરની જેવી ઇચ્છો. ત્યાગી ત્યાગી જ રહે એની ભલે પ્રજાને
મન કિંમત ન અંકાય, પણ ઈશ્વરને ત્યાં ત્યાગની કિંમત પૂરી
અને પાકી અંકાય છે. મારકંડ : પછીના એમના દરેક ભાષણમાં હિન્દને મજબૂત કરવાની, ભારતને
અખંડ રાખવાની, એકતા સ્થાપવાની જ એમણે વાતો કરી છે.. ચન્દ્રવદન : પછી તો લખનો કોંગ્રેસમાં પડનારા તડા માટે એમણે સમજણ
પૂર્વક, દિલમાં ભારે દર્દ સાથે ભાષણ કર્યું. તેડા ઉપરથી સંધાયા, પણ સરદારના દિલમાંની તડ સંધાણી નહીં.