________________
૨૩d
નવભારતના ભાગ્યવિધાતા બોલી જાય, તોયે આ ઉદાર માનવે એને કેવળ સલાહના બે
શબ્દો જ કહ્યા. ચન્દ્રવદન : જે ઓ બિસ્માર્ક સાથે સરખાવે છે, તેઓએ આ વાત ધ્યાનમાં
રાખવી જોઈએ. બિસ્માર્ક હોત તો એવા કંઈકને એણે તોપે અને ફાંસીએ ચઢાવ્યા હોત, તે વાત તેઓ ભૂલી જાય છે. માનશો,
શત્રુ પ્રત્યે પણ પ્રેમ-ઔદાર્ય. રમેશ ? એમ ? ચન્દ્રવદન : બે જ દાખલા બસ છે. હૈદરાબાદ હિન્દી સંઘમાં જોડાયું ત્યારબાદ
નિઝામ પ્રત્યેનો એમનો વર્તાવ જુઓ. બે કેવા પ્રેમથી એકબીજાને મળ્યા છે એનાં ચિત્રો છે; અને બીજું મહાસભાના ઇતિહાસમાં
સરદાર સાહેબના મોટા હરીફ તેમારકંડ : સુભાષચંદ્ર બોઝ ! ચન્દ્રવદન : એમના અવસાન બાદ પણ સુભાષચંદ્ર બોઝનાં વિધવા ધર્મપત્નીને
એ જીવ્યાં ત્યાં સુધી વિયેનામાં રાહત-મદદ પહોંચાડી છે. એના
અમે સાક્ષી છીએ. બીજા સાક્ષી પણ હજી હયાત બેઠા છે.. મારકંડ : આવી તો ત્યારે તમે ઘણી વાતો જાણતા હશો ? ચન્દ્રવદન : હા, અને અમારે એ લોખંડી પુરુષ છે, એ વિશેષણ એમને માટે
વપરાતું સાંભળવાનું ! એ એક સામાન્ય માણસ જ હતા, એવું
પણ એક રાજ્યમાંની વ્યક્તિએ લખ્યું છે. રમેશ : એ તો નમાલા માણસો ગમે તે લખે. તમે એમને ક્રિયા-વિશેષણથી
બિરદાવો ? ચન્દ્રવદન : ઈશ્વર પ્રત્યે અપાર ભક્તિ અને, પોતાના માણસો પ્રત્યે વત્સલ,
એવા ભક્ત સરદાર વલ્લભભાઈ પટેલ, રમેશ : વત્સલ તો જાણ્યા, ભક્ત શી રીતે ?
સરવૈયું અને વિદાય
૨૩૧ ચન્દ્રવદન : ગાંધીજીના તો પરમ ભક્ત ખરાને—એ તો આપણે જોયું, પણ એ
ઉપરાંત, એમણે રામાયણ, ગીતાનો અભ્યાસ કર્યો—ગીતામાંથી
તો ઘણી તારવણીઓ પણ કરેલી. મારકંડ : મહાદેવભાઈની નોંધપોથીમાં છે, યરનડા જેલની ડાયરીચન્દ્રવદન : અને સરદાર સાહેબની પોતાની ડાયરી જુઓ. સાબરમતી જેલમાં
લખેલી તે વાંચો. સરદારે ઊઠીને કલાક પ્રાર્થના. ગુજરાતમાં સખત લાઠીમાર થયો ત્યારે એમણે તે પ્રાતઃકાળે લાંબો સમય પ્રાર્થના કર્યાની નોંધ છે. વાલ્મિકી રામાયણમાં રામ અસામાન્ય પુરુષ જેવા છે, પણ તુલસીદાસની રચનામાં તો એ ભગવાનસ્વરૂપ જ છે. સરદાર સાહેબે તુલસીકૃત રામાયણનો અભ્યાસ કર્યો હતો. એટલે અમે ઈશ્વર પ્રત્યે ભક્તિભાવવાળા પુરુષ
કહીએ છીએ. રમેશ : સરદાર સાહેબે ડાયરી લખી છે ? ચન્દ્રવદન : લખી છે, છપાઈ પણ છે; આગળ પણ જોઈ ગયા છીએ. એમાં
અને મહાદેવભાઈની ડાયરીમાં ગીતા ઉપર એમની ચર્ચા વાંચવા
જેવી છે. મારકંડ : બહારથી કડક લાગે પણ અંતર કોમળ. ચન્દ્રવદન : બબ્બે વાર એમનો જીવ લેવાનો પ્રયત્ન થયો, તોયે મનમાં
કડવાશ ઊતરી નહોતી. રમેશ : એમનો જીવ લેવાને ? ચન્દ્રવદન : હાસ્તો, ભાવનગરમાં - પેલી મસ્જિદ પાસે, ભૂલી ગયા ? લાઠી
તો પડી પણ કોઈ બીજી વ્યક્તિ ઉપર; નાનાભાઈ ભટ્ટ ઉપર, અને તે પહેલાં અમરેલીથી રાજકોટ આવવાના હતા ત્યારે, વ્યવસ્થિત મારવાની યોજના ઘડાઈ હતી. અને બંને વખત બચી ગયા અને કોઈને લેશ પણ ઠપકો નથી આપ્યો. આવી ઉદારતા !