________________
૨૨૨
નવભારતના ભાગ્યવિધાતા મારકંડ : ૫ત્ર યોગેશ્વરો નથી થ7મર ઘૂઘૂર: *
तत्र श्री विजयो भूतिर्भुवा नीतिमतिर्मम ।। રમેશ : આ તો સરસ લીંટી, લખી, તમે લખી ? ચન્દ્રવદન : આ તો નરસિંહરાવ દિવેટિયા કવિ સાહેબે લખી હતી. છપાઈ
પણ છે. રમેશ : પણ સારી લીટી છે. શ્લોક છે, લાવો લાવો. ફરી વાંચીએ.
यत्र योगेश्वरो गांधी वल्लभश्च घूधुरः ।
तत्र श्री विजयो भूतिधुंवा नीतिमतिर्मम ।। મારકંડ : તો પછી આ દૈન્ય શેનું આ છેલ્લો હપ્તો એટલે દૈન્ય ? ચંદ્રવદન : ના, વિષાદ, કારણ સરદાર સાહેબ આ હપ્તા થકી વિદાય લે
છે. એટલે વિષાદરમેશ : એ વાત સાચી છે. પણ જીવનઝરમર, જીવનયોગ, જીવનક્રિયા
ગમે એટલી લાંબી હોય, પણ આખરે તો એ યાત્રાનો અંત સૌ કોઈને છે જ. સરદાર તો ગયા પણ આજે આટલાં વર્ષો પછી પણ એને સંભારીએ તો છીએ. એ જ આપણો સંતોષ : એ જ
આપણું સાંત્વન. મારકંડ : એટલે આજે આપણે એમના જીવનના છેલ્લા હપ્તામાં મૂલ્યાંકન
કરીએ – તમે જ ટૂંકમાં કહો, ચન્દ્રવદનભાઈ, મૂલ્યાંકન શું
કરશો ? ચંદ્રવદન : આ યાદી - તમે જ વાંચો મારકંડભાઈ. મારકંડ : એક, ભારતમાંના પાંચસો જેટલાં છૂટાંછવાયાં રાજ્યોનું વિલીની
કરણ કર્યું, એક અદ્ભુત કામ ! * જ્યાં યોગેશ છે ગાંધી, અને ધૂર્ધર વલ્લભ ત્યાં શ્રી જય, ત્યાં ભૂતિ, નીતિ નિશ્ચલ માનું છું.
‘સરદાર વલ્લભભાઈ ભા-૨, લે. નરહરી પરીખ, પૃ. ૪૮.
સરવૈયું અને વિદાય
૨૨૩ ચંદ્રવદન : અને છતાં એમના ટીકાકારો કહે છે કે સરદાર સાહેબ જોઈએ
એટલા ઉદાર નહોતા. રમેશ
: એવું કહેનારનું મોં ભાંગી નાખું. જીભ ખેંચી કાઢું. દુનિયા જાણે છે કે કંઈક રાજાઓને સમજાવી કામ લીધું અને કેટલાક તો
આપમેળે જઈને પોતાની સત્તા સુપરત કરી આવ્યા. મારકંડ : હા, જેઓ આડા ફાટયા–એટલે કે અખંડ ભારતના એક સમગ્ર
ચિત્રમાં દાખલ થવા ના પાડી બેઠા એમની ઉપર સખ્તાઈથી
કામ લીધું. રમેશ : સખ્તાઈથી કામ ન લે તો શું થાય ? મારકંડ : એમાંના કેટલાક તો હિન્દની બહારની સલ્તનતો સાથે જોડાવા
માંગતા હતા. હિન્દીઓની બહુમતી છતાં– રમેશ : બરાબર, એ બધા પણ આખરે સીધા દોર થઈ ગયા. મારકંડ : એટલા માટે એમને કેટલાક બિસ્માર્ક સાથે સરખાવે છે. ચંદ્રવદન
: બોલશો નહીં મારકંડભાઈ ! લ્યો આ પુસ્તક-ત્રણ ચોપડા લાવ્યો
છું. મને ખબર જ હતી કે કોઈ ફરી વાર બિસ્માર્કનું નામ બોલશે. વાંચો, બિસ્માર્ક કોડિયા જેટલા જર્મનીમાં પોતાની જબરદસ્ત ફોજની બેયોનેટોની અણીથી એમને તાબે કર્યા હતા. બિસ્માર્કપોતાની ફોજને જે ગામ રોટી ન આપે, એવાં આખા ગામનાં ગામ એણે બાળ્યાં. તલવારો વીંઝી કંઈકને ઠાર માર્યા, બિસ્માર્ક– શાહી સલ્તનતનો રૂંવે રૂંવે સત્તાના નશામાં ચકચૂર, એવો ફોજી અફસર હતો. રૂંવે રૂંવે એને ફ્રેન્ચ પ્રજા પ્રત્યે વેર-માયા-મમતામહોબ્બતનો દિલમાં અલ્લાયો–શૂન્ય, કૂર, ઘાતકી એવા બિસ્માર્ક સાથે સરદારને સરખાવતાં હજી કેટલાકને આંચકો પણ નથી
આવતો ! રમેશ : આપણને આવી એક ટેવ પડી ગઈ છે. કંઈક થાય તો યુરોપની