________________
૨૨૦
નવભારતના ભાગ્યવિધાતા
: નથી ગમ પડતી.
માયા
: એક જ માયા. સ્વદેશની ! મારો હિન્દ. મારી પ્રજા. સ્વદેશાભિમાનની માયા, એટલે વફાદારી દેશ પ્રત્યેની, એમાં જે આડો આવે તેની જડ કાઢવાની પિતા પાસે એ ભાવના પામ્યા હતા, અને દેશને સ્વતંત્ર કર્યો ત્યારે જંપ્યા. ઓહોહો સરદાર એટલે, એ કામકાજમાં પોતાનું શરીર તોડી નાંખ્યું. હૃદય મજબૂત તોયે ઘવાયું. : હા. એટલે હવે એ ઘવાયેલ હૃદયની વ્યથા-કથા જ જોવીસાંભળવી રહી.
૧૨ સરવૈયું અને વિદાય
કવિ
: પાત્રો : મારકંડ ભટ્ટ, રમેશ ભટ્ટ, ચન્દ્રવદન મહેતા
મારકંડ : ત્યારે આજે આ સરવૈયું ? રમેશ : કેમ ખરુંને ચન્દ્રવદનભાઈ ? મારકંડ : કેમ મૂંગા થઈ ગયા છો, ચન્દ્રવદનભાઈ, બોલોને સરદાર
વલ્લભભાઈ પટેલ ઉપર એમની જીવનલીલાને આવરી લેતા
અગિયાર હપ્તા તો કર્યા આ હવે છેલ્લો હપ્તો ખરું ? ચન્દ્રવદન : ખરું . મારકંડ : ખખડીને બોલોની–આમ શું ઢીલા ઢચ અવાજે બોલો છો. ચન્દ્રવદન : સામે બે ભટ્ટ મારકંડભાઈ અને રમેશભાઈ, એટલે કંઈ હિંમત
છે, બાકી હવે લખવા-બોલવાની હિંમત રહી નથી. મારકંડ : લ્યો, તમે તો હવે અર્જુન થઈને બેઠા. વળી તમે આ દૈન્યમાં ક્યાં
લપસ્યા ! ચન્દ્રવદન : જુઓ ભાઈઓ ! હું અર્જુન નથી, અને તમે કોઈ કૃષ્ણ નથી. પણ
તમે ભલું યાદ દેવડાવ્યું. આ લીંટીઓ વાંચો-ઊભા રહો, કોણ વાંચશે ? તમે વાંચો મારકંડભાઈ !