________________
હૈદરાબાદ અને...
૨૧૧
માયા
૨૧૦
નવભારતના ભાગ્યવિધાતા માયા : મેં ઊભો કર્યો ? કવિ : ત્યારે બીજું શું ? એના હૂંફવાટા તો તેં સાંભળ્યા જ હશે. કાસિમ : ‘હૈદરાબાદ મુસલમાનોં કા સંસ્થાન હૈ. જો હિન્દુસ્તાન હૈદરાબાદ
પર પંજા ડાલેગા તો આખા હિન્દુસ્તાનમાં તોફાન હો જાયેગા. | હિન્દુસ્તાન સ્વતંત્ર હુઆ હૈ, વો મુસલમાનોં કી તલવાર પે
આઝાદ હુઆ હૈ.” માયાં : આવું બોલ્યો હતો એ ? કવિ : હજી સાંભળવું છે ? જો સાંભળ. કાસિમ : હિન્દુ કાફિર હૈ, વો બંદર, યા પત્થર કી પૂજા કરતે હય. વો
ગાયના છાણ ખાતા હૈ, વો જંગલી હૈ, ઐસે જંગલી લોક કે સાથ તો તલવાર સે હી બાત હોતી હૈ. : કેટલીક ગંદી ગાળો, અને બેહૂદી ઉક્તિઓ તો હું તને કહી શકતો નથી. સરદાર સાહેબની આગળ પણ એણે ભારે ડંફાસો
મારી હતી. જો – કાસિમ : “સરદાર ! હૈદરાબાદ કુ સ્વતંત્ર રિયાસત ક્યું નહીં કરતે ? હમ
કદી હિન્દી સંઘમેં શામિલ નહીં હોંગે, હમ હૈદરાબાદ કા એક
આદમી જિન્દા રહેગા વહાં તક લહેંગે.” કવિ : ત્યારે સરદાર સાહેબે એક જ જવાબ આપ્યો હતો. તમારે બધાએ
આત્મહત્યા કરવી હોય તો કરો, કોણ રોકનાર છે. ઉજાલા
આપ નહીં દેખ સકતા હૈ તો હમ ક્યા કરે ! માયા : એની હસ્તી માટે હું જવાબદાર નથી. કવિ : ત્યારે કોણ ? માયા : એને ગાદી જોઈતી હતી. વઝિરે યુદ્ધ થયું હતું.
: હૈદરાબાદનાં આસપાસનાં ગામો લૂંટાયાં. પછી તો રઝાકારોનું
કવિ
જ રાજ્ય ધાડાધાડ, લૂંટફાટ, એમાં બે પરદેશી મઠાધિકારીઓ, અને સેવાકામ કરનારી બાઈઓને પણ રંજાડવામાં આવી. હિન્દ સરકારની ફરિયાદોના તોછડા જવાબો આવવા માંડ્યા. વીસ કરોડ રૂપિયાના દસ્તાવેજો પાકિસ્તાન મોકલવામાં આવ્યા. એક મિ. કોટન નામનો પરદેશી, હવાઈ જહાજો ભરી હૈદરાબાદમાં બૉબ તથા દારૂગોળો લાવવા માંડ્યો. આ બધી વાતની સરદાર સાહેબને પાકી જાણ, પણ ધીરજ રાખી અકળાઈને એક દિવસ હૈદરાબાદનો કબજો લેવાનું નક્કી કર્યું; પણ હિન્દના ત્યારના સરસેનાપતિ હજી બે દિવસ રાહ જોવાની વાત કરતા હતા. સરદાર સાહેબની મક્કમતા એટલે તરત જ પ્રવેશ, ચાર દિવસમાં હૈદરાબાદનો કબજો... : કહે છે કે ૧૮૬ માઈલની કૂચ, ચાર દિવસમાં શહેર હાથમાં,
લશ્કર શરણે આવ્યું. એમાં ૮00 માણસો ઘવાયા, મર્યા. : અને પેલા રઝાકારોએ બે હજાર નિર્દોષોનો ઘાણ કાઢી નાંખ્યો તેનું શું ? પોલીસ પગલાંથી આઠસો, જેણે સામનો કર્યો તેમાં, પણ પેલા હુલ્લડખોરોએ નિઃશસ્ત્ર માણસોને માર્યા, સ્ત્રીઓ ઉપર બળાત્કારો કર્યા, અને પ્રજાની મિલકત લૂંટી એનું શું ? અને એ કામચલાઉ બનાવટી બાદશાહ કાસિમ રિઝવી તો સંતાઈ ગયો. આખા હિન્દુસ્તાનનું રાજ્ય લેવાનો એનો તો ઇરાદો હતો. ખુદ હૈદરાબાદના એક અમીર મુસ્લિમ ઉમરાવ, નિઝામના હિતેશ્રી સર સાલાર જંગ બહાદુર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિએ જાહેર કર્યું હતું કે અમારા જાનમાલનો આધાર કાસિમ રિઝવીની દયા ઉપર છે. હૈદરાબાદ રિયાસતની મેં આટલાં બધાં વર્ષો ખિદમત કરી છે, પણ આજે મારી જાન ખતરામાં છે. : પણ આખરે એ એના સગાના ઘરમાંથી કાસિમ પકડાયો ને.. : પણ આવી જવું હતુંને, સામી છાતીએ લઢવા. ખુદ સરદાર
કવિ
માયા